SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ સાતનયથી જીવસ્વરૂપ ૧૫૧ ૩ વ્યવહારનયમાં આચાર-કિયા મુખ્ય છે. માત્ર અંતરંગ પરિણામને ઉપગ નથી. તે અંતરંગ સત્તા પ્રત્યે લક્ષ્ય નહિં દેતાં માત્ર બહાર દેખાતા ગુણને જ માને. બાહ્યસ્વરૂપ દેખીને ભેદની વહેંચણી કરે. ઈહાં કરણી મુખ્ય છે. એટલે જે જીવ જે દેખાય, તેવો તેને માને. ૪ રૂજુસૂત્રનયના મતે, જીવવિકલ્પ પરિણામિકભાવ ગ્રહે છે. એટલે વર્તમાન સમયે જીવને જે અંતરંગ ઉપગ હોય તે પ્રગટ કહી બેલાવે. આ નયનો દ્રષ્ટિકોણ જીવના. વર્તમાન સમયે વર્તતા પરિણામને જ જીવસ્વરૂપ કહેવાને. છે. જેમકે કઈ જીવ, ગૃહસ્થ છે. સણ અંતરંગ પરિણામ સાધુસમાન હોય તે તે જીવને સાધુ કહે. અને કેઈક જીવ, સાધુને વેષે છે, પણ મનના પરિણામ મિથ્યાભિલાષ સહિત હોય તે જુસૂત્રનેયે કરીને તે અવ્રતી જ કહેવાય. આમાં આચારકિયા તરફ દ્રષ્ટિબિન્દુ નહિં હતાં, અંતરંગપરિણામ પ્રત્યે દ્રષ્ટિ બિન્દુ છે. ૫ શબ્દનયથી જેટલી આત્મ પ્રવૃત્તિ નવાં કર્મને ન ગ્રહે, તેટલી પ્રવૃત્તિ પૂરતે જ જીવને જીવ કહે છે. સાધ્યપણે તત્ત્વની પ્રીતિવાળા અને અરૂપી ભાવના સાધક એવા સમકાતિ, દેશ વિરતિ, તથા સર્વવિરતિ જીવને જ, શબ્દનય, જીવ કહે છે. જીવપણું કહેવામાં આ નયનું દ્રષ્ટિબિન્દુ, પુદ્ગલાદિક પરપરિણતિના ઉપગ પ્રત્યે નથી. પરંતુ આત્મતત્ત્વ નિરાવર્ણ કરવારૂપ પ્રવર્તતા ઉપગ પ્રત્યે છે.
SR No.023343
Book TitleAatm Vigyan Part 02
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherKhubchand Keshavlal Parekh
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy