SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે જ્ઞાનાદિગુણોના વર્ણનમાં જીવ ગૌણરૂપે હોય છે. ગુણ–ગુણી, કિયા-કિયાવાન, અવયવ-અવયવી, તથા જાતિ-જાતિમાન , એમની વચ્ચેના તાદામ્ય (અભેદ)ને આ નય સ્પર્શત નથી. એ બધા વચ્ચે (જેમકે ગુણ-ગુણ વગેરેમાંના) કોઈ એકને મુખ્યપણે તે બીજાને ગૌણપણે કલ્પવાની આ નયની સરહ્યું છે. ૨. સંગ્રહનય–જે વિચાર, જુદી જુદી અનેક પ્રકારની વસ્તુઓને અને અનેક વ્યક્તિઓને કેઈપણ જાતના સામાન્ય તત્ત્વની ભૂમિકા ઉપર ગોઠવી, એ બધાને એકરૂપે સંકેલી લેવા તે સંગ્રહ નયને વિષય છે. ટૂંકમાં સંગ્રહનય એ એકીકરણરૂપ બુદ્ધિ વ્યાપાર છે. વિવિધ જાતની મીઠાઈ અંગે તેમાં પેંડા, લાડુ, વગેરે વિશેષને લક્ષમાં નહિં લેતાં એ બધી વસ્તુઓને મીઠાઈ શબ્દથી એકરૂપે સમજી, આ તે મીઠાઈની દુકાન છે, એમ કહેવું તે સંગ્રહનયની દ્રષ્ટિ છે. કપડાની વિવિધ જાતે અને વ્યક્તિઓને લક્ષમાં ન લઈ માત્ર કપડાપણુનું સામાન્ય તત્વ દ્રષ્ટિસામે રાખી વિચારવું કે, અહીં કાપડ જ છે, એ સંગ્રહનયન દાખલે છે. વિવિધ જાતે પૈકી કઈપણ જાતનું કાપડ કે મીઠાઈ લેવાની ન હોય ત્યારે તે દુકાને પાસેથી પસાર થવા ટાઈમે, આ પેંડાની દુકાન છે, કે આ મલમલની દુકાન છે, એમ નહિં બેલતાં આ તે મીઠાઈની કે કાપડની દુકાન છે, એમ જ ખાસ કહેવાને રિવાજ છે.
SR No.023343
Book TitleAatm Vigyan Part 02
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherKhubchand Keshavlal Parekh
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy