________________
૧૦૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે જનેતર દેશનેને માન્ય, આત્માની નિત્યતા, અનિત્યતા, એક્તા, અનેકતા, વ્યાપ્ય, અવ્યાપ્ય ઈત્યાદિકને જનદર્શન તરફથી થતે નિષેધ, નિરપેક્ષ યા એકાત પ્રરૂપણાને કારણે જ હોય છે. પરંતુ સાપેક્ષ યા અનેકાન્તપણે તે, તે તે વિષયે અન્ય વિપરીતભાવી હોવા છતાં જન દર્શનને માન્ય છે. એટલે સાપેક્ષવાદના લક્ષ્યપૂર્વક તે જૈન દર્શન તે સર્વ આસ્તિક દર્શનેને પોતાનામાં સમાવી લે છે. માટે જ અધ્યાત્મ ગીવર્ય શ્રી આનંદઘનજી મહારાજે સ્વરચિત નમિનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે કે –
જિનવરમાં સઘળાં દર્શન છે, દશને જિનવર ભજનારે; સાગરમાં સઘળી તટની સહી, તટનીમાં સાગર ભજનારે
અથ:- જેમ તમામ નદીઓનો સમુદ્રમાં સમાવેશ થાય છે, તેમ આસ્તિક ગણાતા જુદા જુદા મતને, જેન દર્શનમાં સમાવેશ થાય છે, જેમ સમુદ્રમાં સર્વ નદીઓને સમાવી શકાય, પણ નદીમાં સમુદ્રને સમાવેશ ન હોઈ શકે. તેમ જિનમતમાં તમામ મતોને સમાવી શકાય છે, પણ તમામ મતેમાં તે જિનમતને અંશમાત્ર છે. માટે દરેક દર્શનનું સ્વરૂપ જાણી, મધ્યસ્થભાવે રહી, તેને સાપેક્ષપણે સ્વીકારી જિનમતમાં કહેલા આત્મસ્વરૂપને ધ્યાવવું.
અહિં સાપેક્ષવાદ એટલે સ્યાદ્વાદ સમજ. જે અપેક્ષાએ જેજે વસ્તુ વસ્તુ હોય, તે અપેક્ષાએ તે ગોઠવવી. પરંતુ એ અપેક્ષા,