SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મિક સ્વરૂપની ભિન્નતા ૮૫ વાનું? અને આખરે આપણે અસાર એવા મહાશૂન્યમાં જ સૌએ ભળી જવાનું ? તે પછી એ મહાનિર્વાણ અથવા અનન્તકાળ વ્યાપ્ત મહાનિસ્તબ્ધતા માટે મનુષ્ય-પ્રાણીએ કઠોર સંયમાદિ શા માટે સ્વીકારવાં? મહાશૂન્યને અર્થે જીવનમાં સામાન્ય સુખ શા માટે જતાં કરવાં? આ જીવન ભલે નિઃસાર હોય, પણ તેના પછી જે મળવાનું છે, તે આના કરતાં પણ વધુ નિસાર હોય તે તે મુલ ઈચ્છવાયેગ્ય નથી, એમ કહેવું જ પડે. મતલબ કે બૌદ્ધદર્શનને આ ક્ષણિક (અનિત્ય) વાદ અને શૂન્યવાદ, સામાન્ય મનુષ્યને પણ સંતોષ આપી શક્તો નથી. માટે આ મુખ્ય અંગો પર જ બૌદ્ધદર્શનમાં અને જૈનદર્શનમાં ભારે મેટો ભેદ છે. બૌદ્ધમત શૂન્યને જ વળગી રહે છે. અને જેને ઘણું પદાર્થને માને છે. શૂન્યતાના હિસાબે આત્માનું કાયમી અસ્તિત્વ નથી, પરમાણુનું અસ્તિત્વ નથી, દિશા-કાળ અને ધર્મસ્તિકાય તથા અધર્માસ્તિકાયનું અસ્તિત્વ પણ રહેતું નથી. ઈશ્વર પણ નથી. જ્યારે જન મતમાં એ બધાની સત્તા સ્વીકારવામાં આવે છે. બૌદ્ધમત પ્રમાણે નિર્વાણ મેળવવું એટલે શૂન્યમાં ભળી જવું. પણ જનમતમાં તે મુકતજીને અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રમય અને આનંદમય માનવામાં આવ્યા છે. અને એ જ સાચું જીવન છે.
SR No.023343
Book TitleAatm Vigyan Part 02
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherKhubchand Keshavlal Parekh
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy