________________
શેઠ મોતીશાહ
શીરસટ્ટે હતી. આ યુગની દેવા-લેણ સંબંધીની ભાવના એટલી જુદા પ્રકારની હતી કે જ્યાં સુધી એને બરાબર વિચાર ન થાય ત્યાં સુધી એને સ્પષ્ટ ખ્યાલ થવો પણ અત્યારે મુશ્કેલ લાગે છે. જે યુગમાં લખાણ બહુ ઓછું થતું હોય
જ્યાં બારીકીના સવાલો કરતાં ફરજને ખ્યાલ મુખ્ય ભાગ ભજવતો હોય, જ્યાં કુટુંબપ્રેમ લાક્ષણિક કક્ષા પર હોય,
જ્યાં દેવાને અંગે ભાંગ્યું વચન બોલવું એ નૈતિક ગુન્હો ગણાતું હોય ત્યાં “ઈજજત”ને ખ્યાલ કેવા પ્રકારને હશે તે કલ્પી શકાય તેવું છે.
અમીચંદ શેઠના મોટા દીકરા નેમચંદ શેઠ પર આખા કુટુંબને જો આ નાની વયમાં પડ્યો. એ કુમળી વયના યુવાન પર મહેમ પિતાનું દેવું દેવાની વાત તે ઊભી જ હતી પણ સાથે દેવાને લઈને વેપાર અટકી જતાં ભરણપોષણની પણ અગવડ ઊભી થઈ હતી. છતાં નેમચંદ શેઠે ગમે તેવી મુશ્કેલીની દરકાર ન કરતાં બધી જવાબદારી ઉપાડી લીધી અને તેના એ કાર્યમાં માતા રૂપાબાઈએ સલાહ અને વાત્સલ્યનાં અમી ભર્યા.
તે વખતે શેઠ હોરમસજી બમનજી વાડીઆનું પારસી કુટુંબ બહુ જાણીતું હતું. નેમચંદ શેઠે વાડીઆઇની દલાલીનું કામ હાથમાં લીધું અને જાતમહેનત અને સત્યનિષ્ઠાથી ધીમે ધીમે રસ્તે ચઢી ગયા. માણસને પ્રમાણિકપણે કામ કરવાની ઈચ્છા હોય અને તે જાતે ઉદ્યોગી હોય તો એ ધન એ છે કે વધતું તે નસીબ પ્રમાણે મેળવે, પણ એને ભરણપષણને તે વાંધો આવતો નથી. ખેટા વ્યસને ન ચઢી જાય