________________
8 શ્રી ગોડી પાર્શ્વનાથાય ને
પ્રકાશકનું નિવેદન
(પ્રથમ આવૃત્તિમાંથી)
શ્રી ગેડીજ જેન દહેરાસર અને ધર્માદા ખાતાંઓના ટ્રસ્ટીઓ તરફથી પ્રસ્તુત શ્રીમતીશાહ શેઠનું જીવનચરિત્ર શ્રી વિજયદેવસુરસંઘ સીરીઝના આઠમા મણુકા તરીકે પ્રકટ કરતાં અને ઘણે જ આનંદ થાય છે.
શ્રી ગોડીજી મહારાજના દેરાસરના ટ્રસ્ટીઓએ જ્ઞાનખાતાને વહીવટ કરવાનું કાર્ય તે માટે નીમાએલ સમિતિને સેપ્યું છે. તે સમિતિ ઉપર ટ્રસ્ટીઓમાંથી ચાર અને શ્રી ગેડીજીના સંઘના સામાન્ય સત્યેામાંથી પાંચ મળી કુલ નવા સભ્યની ચૂંટણી કરવામાં આવે છે. આ સમિતિ જ્ઞાન ભંડાર ( પુસ્તકાલય)નું સંચાલન કરે છે તેમજ પુસ્તક-પ્રકાશનનું કાર્ય કરે છે. આ પુસ્તકાલયમાં ગુજરાતી, સંસ્કૃત, માગધી, અંગ્રેજી તેમજ હિંદી ભાષામાં, ધાર્મિક તેમજ તત્વજ્ઞાનનાં પુસ્તકને સંગ્રહ કરેલો છે અને તેને લાભ, કેઈપણ વ્યક્તિ, વગર લવાજમે માત્ર ડીપોઝીટ આપીને લઈ શકે છે. આ પુસ્તકાલયમાં હાલ લગભગ ૬૦૦૦ પુસ્તકોનો સંગ્રહ છે.