________________
૩૦૨
નામાંકિત નાગરિક બીજા દિવસની પ્રભાતમાં સંઘ ભંડારીઆ મૂકી “સાતાના નેસને માર્ગે બોદાને નેસ' જાય છે. આ નેસ એટલે નેહડા-ખેડૂતોએ ઊભા કરેલ નાનાં ગામડાં હોય છે. પચીશપચાશ ઝુપડાંઓના સમૂહને નેહડું” કહેવામાં આવે છે. પછી એ નેહડું મટીને ગામડું પણ થાય છે. આ નેહડાંઓમાં દૂધ દહીં છાશની વિપુળતા હોય છે, જિંદગીની જરૂરીઆતની ચીજો, ઘાસચારો અને દાણું મળે છે, મેજશેખની ચીજોને ત્યાં લગભગ અભાવ હોય છે અને જીવન સાદું, કુદરતી અને ભક્તિપરાયણ હોય છે. જોકે મુખ્ય આધાર ખેતીવાડી હોય છે અને જીવન સંતોષી હોય છે. એ લેકેને વર્ષમાં ચાર છ માસ મેસમ ચાલે છે, બાકીને વખત ફુરસદ હોય છે. ધર્મની ભાવના ત્યાં સારી જામે છે, ભજનકથા અને મંડળીમાં ધર્મની જમાવટ સારી થાય છે અને કૂડકપટ, ધમાલ અને દંભના સૂર ત્યાં બહુ ઓછા સંભળાય છે.
ભંડારીઆથી ચાર માઈલ દૂર બેદાને નેસ આવે છે. ત્યાં તે વખતે સાધારણ નાની ધર્મશાળા હતી. ત્યાર પછી થયેલ પૂરબાઈની ધર્મશાળા અથવા ભવ્ય દેરાસર વિગેરે અત્યારે છે તેમાંનું તે વખતે કાંઈ નહોતું. બેદાને નેસ પાસે પડાવ નાખી સંઘ જમાવટ કરે છે. ત્યારબાદ ત્યાં કદંબગિરી નામની ટેકરી છે. ત્યાં કદ બગણધર મે ગયા છે. તે ટેકરી ચઢાવમાં જરા આકરી છે. જોકે-યાત્રાળુઓ આ ટેકરીની યાત્રા કરે છે. કેટલાક નીચેથી ન્હાઈ શુદ્ધ કપડાં પહેરી પૂજાપાનો સામાન લઈ ઉપર જાય છે. ઉપર પૂજા કરે છે. કેટલાક માત્ર યાત્રા કરે છે. ત્યારબાદ નીચે આવી ભજનવિધિ કરવાની પદ્ધતિ હોય છે.