________________
શેઠ મોતીશાહ
૨૮૩ ચક-નવપદની પૂજા વિધિ બહુ વિસ્તારથી કરવામાં આવે છે. એમાં નવેના વર્ણ પ્રમાણે સુકા અનાજથી વિસ્તૃત મંડળ પૂરવામાં આવે, નવપદની પૂજા ભણાવવામાં આવે અને સિદ્ધચકના જાપ જપવામાં આવે. આ પૂજનવિધિ બહુ આકર્ષક થાય છે અને તે કરતી વખતે ખૂબ આનંદ થાય છે.
તીર્થકર મહારાજના પાંચે કલ્યાણકને મહિમા વિસ્તારથી બતાવવાને વિધિ આ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ખૂબ ઠાઠમાઠથી ઊજવવામાં આવે છે, તેની પહેલાં વીશ સ્થાનકની આરાધના વિધિ કરવામાં આવે છે, વિશ સ્થાનકનાં નામ આ પ્રમાણે છે – ૧ અરિહંત, ૨ સિદ્ધ, ૩ પ્રવચન, ૪ સૂરિ, ૫ સ્થવિર, ૬ પાઠક, ૭ સાધુ, ૮ જ્ઞાન, ૯ દર્શન, ૧૦ વિનય, ૧૧ ચારિત્ર, ૧૨, બ્રહ્મચર્ય, ૧૩ કિયા, ૧૪ તપ ૧૫ દાન ૧૬ વૈયાવૃત્ય, ૧૭ સમાધિ, ૧૮ અભિનવજ્ઞાન, ૧૯ શ્રત અને ૨૦ તીર્થ એ વિશ સ્થાનકમાંથી કઈ પણ એક અથવા વધારે સ્થાનકની પરિપૂર્ણ અનન્ય આરાધના તીર્થકરના ભવથી આગલા ત્રીજા ભવમાં તીર્થકરને જીવ કરે છે. એ પ્રત્યેક સ્થાનક હૃદયશુદ્ધિપૂર્વકની આરાધનાથી તીર્થકરત્વની પ્રાપ્તિ કરાવે છે. એમાં દ્રવ્ય અને ભાવ બન્નેની નિર્મળતા પરિપૂર્ણતયા, કરવામાં આવે છે. આ હકીકતનું સ્વરૂપસંધાન કરવા અને તેનું વિવક્ષિત પ્રદર્શન કરવા માટે વિશ સ્થાનકેના ગુણગ્રામની પૂજા ભણાવવામાં આવે છે. તેમાં દરેક પૂજન વખતે અષ્ટદ્રવ્યથી પ્રભુપૂજન થાય છે. આ સંબંધમાં વિજયલક્ષમસૂરિ કૃત વીસસ્થાનક પૂજા ભણાવાય છે. એ પૂજા વિધિ પાંચમે દિવસે કરવામાં આવ્યા. આ વીશસ્થાનક પૂજનનું રહસ્ય ઘણું