________________
ર૭ર
નામાંક્તિ નાગરિક જમાવવામાં આવે છે. મંડપની વચ્ચે સમવસરણની રચના કરવામાં આવે છે, કેઈ વખત નંદીશ્વરદ્વીપ, કોઈ વખત ગિરનાર, કેઈ વખત શત્રુંજય, મેરુપર્વત કે ચંપાપુરી ને પાવાપુરીને દેખાવ ખડે કરી તેમાં ફુવારા બનાવવામાં આવે છે અને અવનવી રચના કરી મહોત્સવના મંડપને શોભાવવામાં આવે છે.
આ રીતે તૈયાર થયેલા મંડપમાં કુંભસ્થાપના કરવામાં આવી. તેની પાસે અખંડ દીપક સ્થાપવામાં આવ્યો. તેની પાસે શુદ્ધ ઉચ્ચાર સાથે સાત સ્મરણના ત્રિકાળ જાપની વ્યવસ્થા થઈ ગઈ એ જ દિવસથી શેઠ મોતીશાહને નામે ઝાંપે ચાખાની વિજા ચઢાવવામાં આવી. અઢાર વર્ણન લેકે ઘરમાં ધૂમાડે ન કરે પણ શેઠને ખરચે જમે એવી વ્યવસ્થા થઈ ગઈ અને દરરોજ આવી પહોંચતા હજારો યાત્રાળુઓના ઉતારાની રસોઈ થતી ચાલી. ધર્મક્રિયા ચાલે તેની સાથે જ સુખસગવડ અને આરોગ્ય માટે જરાપણ કચાશ ન રહે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું અને આખું વાતાવરણ આનંદમય બની ગયું. જ્યાં જુઓ ત્યાં લોકેના મુખ પર આનંદ, મિલનસુખ અને વ્યવસ્થાની પ્રશંસાના ઉદ્દગારો સંભળાય.
પ્રતિષ્ઠાવિધિને અંગે અનેક પ્રકારની નાની મોટી વિધિઓ થઈ તેમાં અગત્યની વિધિ નીચે સંક્ષેપમાં જણાવી છે. હજારો પ્રતિમાની પ્રતિષ્ઠાની વિધિ ગિરિરાજની તળેટીની સામેના ખેતરમાં તૈયાર કરેલા ભવ્ય મંડપમાં એક જ સ્થાને થઈએ ખાસ નોંધવા જેવું છે. એને કરાવનાર વિદ્વાન શ્રાવકે હતા, પણ એમાં મુખ્ય નિશ્રા તપગચ્છ, ખરતરગચ્છ અને સાગરગચ્છના