________________
૨૬૨
નામાંક્તિ નાગરિક તે વખતે કંપની સરકારનું અને અંગ્રેજ પ્રજાનું પુણ્ય બળવાન થતું જતું હતું. મુંબઈથી ખીમચંદભાઈ શેઠને લશ્કરી પલટણની સહાય મળી હતી અને નોંધ પરથી જણાય છે કે તેમને પાદશાહી કેરિટે પરવાને કરી આપ્યું હતું. કંપની સરકારને વાવટો તેઓ ફરકાવતા હતા એટલે એ સંગેમાં દેશી રયાસત તે કે આદર આપે તે અનુમાનથી સમજી શકાય તેવું છે. ખાસ વાત તે એ છે કે–ખીમચંદભાઈ પોતાની સાથે એટલી સગવડ મુંબઈથી લેતા આવ્યા હતા અને મહિનાઓથી એટલી મોટી તૈયારી કરવામાં સ્થાનિક વસ્તુ આદિને સંગ્રહ કરી રાખવામાં આવ્યો હતો કે જેથી સહાયની અપેક્ષા જ ન રહે વળી ચેકી–પહેરા અને રક્ષણ માટે મોટી સંખ્યામાં માણસની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ખાસ વિશ્વાસુ માણસને પણ સાથે લાવવામાં આવ્યા હતા, એથી આખા મહોત્સવ દરમ્યાન અને સંઘના લગભગ પાલીતાણાના દેઢ માસના વસવાટ દરમ્યાન એક પણ ચેરીને બનાવ બન્યો નહિ, એક પણ ગુનો નોંધાયો નહિ અને લોક જેવા આનંદથી આવ્યા હતા તેવા ઉત્સાહથી પાલીતાણામાં રહી શક્યા. આવી જ ગોઠવણ પ્રત્યેક નાનાં મોટાં સંઘ-સથવારાને અંગે વ્યવસ્થિત રીતે કરવામાં આવી હતી તેથી લગભગ એક હજાર સંઘ પાલીતાણે આવ્યા તેમને રસ્તામાં પણ ચેરી, ધાડ કે લૂંટને એક પણ બનાવ બન્યું નહોતું. જાનમાલની પરિસ્થિતિ, જવા આવવાના સાધને અને સડકની અલ્પતા, રેલ્વેની ગેરહાજરી, એરપ્લેનની સગવડની પણ ગેરહાજરી અને લૂંટારા–બહારવટીઆની હયાતીને એ યુગ હતું, એવે વખતે ચેક-પહેરાને પાકે બંબસ્ત કરવાની ભારે જરૂર