________________
૨૬૦
નામાંકિત નાગરિક
સંધમાં આવ્યા હતા. આવી રીતે ત્રણ ગચ્છના આચાર્ય એક શહેરમાં એક સાથે એક ઉદ્દેશથી રહે એ બનાવ અભિનવ ગણવામાં આવતા હતા. અનેક મદિરાની પ્રતિષ્ઠા કરવાની હતી, અનેક બિમાની પ્રતિષ્ઠા કરવાની હતી, અનેક ધ્વજદડાના વિધિ તેમજ અનેક કળશેાની વિધિ કરવાની હતી એટલે આચાર્યની પૂરતી સંખ્યામાં જરૂર હતી. તે કાળે જે માન્યતા હતી અને સાધુએ વિકાસની જે કક્ષાએ પહેોંચ્યા હતા તે નજરે એક સાથે ત્રણ આચાર્ય સુસંપથી રહે એ વાત અસાધારણ ગણાતી હતી. ગભેદનું જોર તે વખતે આકરુ` હતું એટલે આચાર્યા એકઠા થાય તા મતભેદની ઉગ્રતા થઈ જવાના વધારે ભય રહેતા અને સાથે મળી સહકારથી કામ કરે એ વાત અસાધારણ અથવા લગભગ અશકય જેવી ગણાતી. એ સ્થિતિ હાલ સુધરી છે કે વધારે ખરાબ થઈ છે તેના ઇતિહાસમાં ઉતરવું અપ્રસ્તુત છે એટલે અહીં તે જે હકીકત જે સ્વરૂપમાં મળી તે આકારમાં રજૂ કરી ત્યાં અટકી જવું ચેાગ્ય ગણવામાં આવ્યું છે.
આ ત્રણ ગચ્છના ત્રણ આચાર્ય પાલીતાણામાં એકઠા થયા હતા એ વાતની નોંધ પડિત શ્રી વીરવિજયે પેાતાનાં અનાવેલાં ઢાળિયામાં પણ અત્યંત ગૌરવ સાથે નાંધી છે. ‘તપગચ્છ ખડતર સાગરું રે, સુરવર ત્રણ મીલાય સલુણા ’ ( ચેાથી ઢાળ. ગાથા ૧૧ મી ) અને તે વખતની જે હકીક્ત પ્રાપ્ત થઈ છે તેમાં પણ એ બનાવને ખૂબ અગત્યતા આપવામાં આવી છે. ઘણી પ્રતિમાઓ અંજનશલાકા કરવાની હાવાથી આચાય