________________
૨૪૬
નામાંકિત નાગરિક ગામમાં કેઈ ચૂલે સળગાવે નહિ. અઢારે વર્ણને તે દિવસે સંઘપતિ શેઠ તરફથી જમણ આપવામાં આવે અને જમણ સવારથી સાંજ સુધી ચાલુ રહે. ઘણુંખરું તે સિવાયના દિવસે માં પણ શ્રાવકેને તે સંઘજમણ ચાલતાં હતાં એટલે ખાવાની અંગત ગોઠવણ બહુ થોડી કરવાની રહેતી. પાછું માટે હાલ
જ્યાં ઈદોરવાળા ફૂલકુંવરની ધર્મશાળા છે તેની પાછળના ભાગમાં એક ઘણી મોટી વાવ ખોદાવવામાં આવી હતી. અત્યારે પણ તે “મેતીવાવ” ના નામથી ઓળખાય છે. એ વાવને કેઠે બરાબર એારડામાં રાખેલ છે અને વાવ સદર ધર્મશાળાની ઓરડાની વચ્ચે છે. આ ધર્મશાળા સં. ૧૯૮૬ માં થઈ ત્યારે વાવના પગથિયા પૂરી દીધા છે, પણ એનું થાળું અને મંડાણુ હજુ પણ મેજૂદ છે.
સદર વાવને ઉપયોગ તે પ્રતિમા બનાવવાના કારીગરે માટે પણ થતું હતું અને મહત્સવ વખતે ઘણી ઉપયેગી થઈ પડી હતી. હાલમાં કેશવજી નાયકની ધર્મશાળા, ચંપાનિવાસ મિતી સુખીઆની ધર્મશાળા અને પૂરબાઈની ધર્મશાળા છે. એ સર્વ ભાગ તે વખત પાલીતાણાના દરવાજા બહાર હતા. રસેડા ગામ બહાર રાખવામાં આવ્યાં હતાં. રસોડાના આગલા ભાગમાં સાત ફૂટ જેટલે એટલે કરી તે પર ૩૫ ફૂટ જેટલા લાંબા વાંસ પર ધર્મધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. એના ઉપર ૧૮ દિવસ સુધી ખીમચંદભાઈએ ધર્મધ્વજ ફરકાવી. અત્યારના વૃદ્ધ માણસેએ એ ધર્મદવજનું લાકડું જોયું હતું. પૂરબાઈની ધર્મશાળા થઈ ત્યારે એ એટલે અને દવજદંડ જે મેતીશાહ શેઠની પ્રતિષ્ઠાના અવશે હતાં તે નામશેષ થઈ ગયાં. આ રીતે