________________
શેઠ મોતીશાહ
૨૦૩ નાખવે અને ભાગીદારોને ભાગે દેકડા પ્રમાણે જે નફે આવતે હોય તે આપી ભાગીદારી બંધ કરવી. અને તે નામે–એટલે પિતાના નામે તેમના મરણ બાદ વીમાને વેપાર કરે નહિ
અને તે નામે મતું કરવું નહિ. વલમાં શેઠ જણાવે છે કેપિતાની હયાતી બાદ ખીમચંદભાઈને વિચાર માં મૂકવાને હોય એટલે કે વીમામાં છૂટક ધંધામાં ભાગ કરવો હોય તે પિતાને નામે કરે, પણ મોતીશાહ શેઠના નામે મતું કરે નહિ કે વીમો ઉતારે નહિ.
વિમાના ધંધા ઘણી કુનેહ અને ગણતરી તથા વાદળને પરખવાનું વાયુશાસ્ત્રીય જ્ઞાન માગે છે. આડબંદરે વહાણના માલમ માલ ઉતારી દે અને વહાણ વામવાનો રિપોર્ટ કરે વગેરે ઘણાં જોખમે તેમાં છે, તેથી ખીમચંદભાઈને એ બંધ કરવાની લગભગ ના પાડતા હોય તે ભાવ જણાવી, કદાચ તે ધંધો કરવો હોય તે ખીમચંદભાઈ પોતાને નામે મતું કરે એટલે ચાલુ ધંધે ન કરે, પણ નાની રકમનું મહું કરે એટલે છૂટક વીમે ઉતારવાનું બંધ કરે અને તે પણ “જુજ નજીવી નાની રકમનું મજું કરવા જણાવ્યું છે, આમાં વ્યાપારની દીર્ઘદ્રષ્ટિ અને શેઠની પોતાની નજરમાં ખીમચંદભાઈની વ્યાપારશક્તિને કેટલે અને કે ખ્યાલ હશે તે પર ધ્યાન ખેંચાય છે.
હવે કુટુંબી દષ્ટિએ જોઈએ તે પિતાની મિલક્તના કુલ વારસ તરીકે ખીમચંદભાઈને નીમવામાં આવ્યા છે. વીલમાં વ્યવસ્થાને અંગે પિતાની સ્ત્રી-ખીમચંદભાઈની માતાને માટે તેના નામના રૂપિઆ ૬૦,૦૦૦ સાઠ હજાર વ્યાજે ચઢતા