________________
૧૯ર.
નામાંતિ નાગરિક
કરે છે. પારસીશાહી ભાષામાં અને ધારવા પ્રમાણે પારસીને હાથે તૈયાર થયેલા આ દસ્તાવેજમાં ગોડી પાર્શ્વનાથનું નામ ઘણું અર્થ સૂચક છે અને શેઠશ્રીની આસ્થાની અચૂક મર્યાદા બતાવે છે. તે જ પ્રમાણે વસીયતને છેડે ગોડી પાર્શ્વનાથનું નામ જોડવામાં એ જ ભાવ સવિશેષ દેખાઈ આવે છે. એમાં ખીમચંદભાઈને પિતાના પુત્રને શેઠ આશીર્વાદ આપે છે કેમસલત નામ આપેલાં ગૃહસ્થ સાથે કરવી તેમાંથી (તેમ કરવાથી) શ્રી ગેડીજી સાહેબ તમારું સારું જ કરશે એ જ હમારી દુવા છે.” આ શબ્દની ભાષા અને સ્થાન ખાસ સૂચક છે અને સ્વાભાવિક રીતે પિતા તરફ મનને આકર્ષે છે. તે જ પ્રમાણે આઠમા પારીગ્રાફમાં પાલીતાણને સંઘ(જાતરા) તથા પ્રતિષ્ઠાની વાત લખી છે ત્યાં પણ ગોડી પાર્શ્વનાથની મદદની વાત કરી છે અને પિતાનાં સર્વ કાર્ય ગોડીજી મહારાજની ખુશી પ્રમાણે થાય છે એમ બતાવ્યું છે. આ સર્વ શેઠશ્રીની ગડીજી મહારાજ તરફની અંતરની ભાવના અને શ્રદ્ધા બતાવવા માટે પૂરતા જણાય છે.
૨. શેઠ મોતીશાહને અનેક મિત્રો અને ભાગીઆઓ હતા, વ્યાપાર-ધંધામાં તેમણે મેટું નામ કાઢયું હતું અને પારસીઓ સાથે સંબંધ ઘણે હતું, છતાં પિતાના વસીયતના સેલ(એકના એક એક્ઝીકયુટર તરીકે તેમણે પોતાના પુત્ર ખીમચંદભાઈને જ નીમ્યા હતા એ વાત તેમનું વ્યવહારકુશળપણું બતાવે છે. તેમણે અવલોકન પરથી જોઈ લીધું હશે કે પિતાને છોકરો કદાચ માનસિક વિકાસમાં પૂરો