________________
શેઠ મોતીશાહ
८८
નફે અને હકસાઈન રૂપીયા ત્રણ લાખ હઠીભાઈ શેઠને રળાવી આપ્યા હતા. આ પરસ્પર ધર્મસ્નેહ રાખનાર અને સાદીપણ ઉન્નત હરીફાઈ કરનાર એ શેઠીયાઓ ખૂબ વિશાળ દિલના હતા. અને એક બીજા ઉપર ઉપકાર કેમ કર? અને કરેલ ઉપકારનો બદલે કેવી રીતે વાળ તે જાણનાર કુશળ પુરુષ હતા. હઠીસંગ કેસરીસિંગ બહુ નાની વયના પણ વિશાળ મનના અને ભારે ભાગ્યવંત પુરુષ હતા. એને કરમે “કઢા” હતા એમ કહેવાય છે એટલે કે એ જે વેપાર કરે કે મકાન બંધાવે ત્યાં સેનું જ નીકળી આવતું. એમના સંબંધી કેટલીક વાત તે યુગના વ્યાપારીના વિભાગમાંથી સાંપડશે.
શેઠ મેતીશાહના સંબંધમાં પેલેરાવાળા વીરચંદભાઈનું નામ ઘણીવાર આવે છે. તે શેઠના મુનીમ અને ખાસ સલાહકાર હતા અને શેઠની હયાતી બાદ ખીમચંદભાઈની પડખે રહી બિંબપ્રતિષ્ઠા અને પ્રવેશ મહોત્સવમાં આગળ પડતે ભાગ લઈ તેમણે શેઠનું નામ દીપાવ્યું હતું.