________________
૧૨
ઓગણીસમી સદીમાં થયેલ આ વિભૂતિ આપણા માટે ઘણી રીતે આદર્શરૂપ છે. એક આંગ્લ કવિએ કહ્યું છે કે – Lives of great men all remind us.
We can make our lives sublime; And departing. leave behind us, Footprints on the sands of Time.
Longfellow. અર્થાત્ “મહાન પુરુષના જીવન આપણને શિખવે છે કે આપણે પણ નિશ્ચય કરીએ તે તેમના જેવા મહાન બની શકીએ છીએ અને એ દ્વારા આપણે મૃત્યુ પછી ભાવી પ્રજા માટે સંભારણું મૂકી શકીએ છીએ.
લગભગ સાડાચારસે પાનાના આ પુસ્તકમાં ડગલે ને પગલે કીમતી અનુભવો વાંચવાના મળે છે. બાલ્યકાળ વર્ણવતું પ્રકરણ ચેાથું અને “મુંબઈ શહેર” નામનું પ્રકરણ પાંચમું, સવા દાયકામાં કાળદેવના ચકે જે ગતિ કરી છે તેનો ઠીક ખ્યાલ આપે છે. એ પછી “વહાણવટું વિકાસના કાર્યમાં કેવો ભાગ ભજવતું, એ દ્વારા ચઢતી પડતીના કેવા ચમકારા જેવાના મળતાં, અને આજે વાણુઓ તરીકે ઓળખાતા આપણે ભીરુ વણિકે હતા કે સાહસ ખેડુ “વહાણવટ્ટીએ” હતા તે પણ સમજવાનું પ્રાપ્ત થાય છે. લક્ષમી આવ્યા પછી ઘણાના જીવનમાં કેઈ અને રંગ જન્માવે છે જ્યારે શેઠશ્રી તે પ્રાપ્ત કરેલ ધાર્મિક સંસ્કારના બળે એનો વ્યય ઉપરછલા રંગ-રાગમાં કે સંસારના ક્ષણભંગુર વિલાસમાં નથી કરતા, પણ આત્મશ્રેયના અપૂર્વ સાધન સમા, સ્વપરનું એકાંત કલ્યાણ કરનાર,