SearchBrowseAboutContactDonate
Page Preview
Page 992
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર ૯૮૭ શરદભાઈ : સાત્વિક રસનું પાન કરતાં અને કરાવતાં, શુદ્ધ ભાવનાનું ભજન કરતાં અને કરાવતાં, શાંત, દાંત, ગુણગંભીર, વંદનીય પૂ. મહાસતીજી તેમજ અન્ય સાધ્વીજીએ ! આદિ ઠાણા ૧૩ ઘાટકે પર ચાતુર્માસ પધારી આ ક્ષેત્રને પાવન કર્યું છે. આપના ગુણ ગાતાં મારું તેમજ અન્ય શ્રોતાજનેનું હૈયું હરખાય છે. ચાતુર્માસના ચાર ચાર મહિના તે જાણે પળવારમાં પસાર થઈ ગયા! તેની ખબર ન પડી. આ ચાતુર્માસ અજોડ, અદ્ભૂત અને શ્રેષ્ઠ થયેલ છે. જે બૃહદ મુંબઈના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંક્તિ થશે. એક દિવસ પણ બંધ રાખ્યા વિના પૂ. મહાસતીજીએ અહીંનું ચાતુર્માસ વીરવાણુને એકધારે પ્રવાહ વહાવ્યું છે. છઠું અંગ જ્ઞાતાજી સૂત્રના આઠમાં અધ્યયનમાં આવેલે મલ્લીનાથ ભગવાનને અધિકાર તેમજ પ્રદ્યુમ્નકુમારનું ચરિત્ર પૂ. મહાસતીજીએ દાખલા, દલીલે અને શાસ્ત્રોક્તા ન્યાય સમજાવેલ છે કે જે દરેક જીવે સહેલાઈથી સમજી શકે અને ભૌતિક વાદના વમળમાં અટવાતા માનવીએ આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત કરી શકે. આ ચાતુર્માસની વિશેષતા તે એ છે કે ભાવી પેઢીના વારસદાર યુવાન વર્ગ પણ પૂ. મહાસતીજીની વાણીથી પ્રભાવિત થઈને આકર્ષા છે. વૃદ્ધ અને પ્રૌઢ તે કાયમ લાભ લે છે. પણ આ ચાતુર્માસમાં યુવાનની સંખ્યા ઘણી રહી છે. તપ ત્યાગ વિગેરે આ ચાતુર્માસમાં રેકર્ડ થયો છે. કુમળી બાલિકાઓએ પણ માસખમણ કર્યા છે. દાનની પિટી પણ છલકાઈ ગઈ છે. આ બધે યશ પૂ. મહાસતીજીને ફાળે જાય છે. પૂ. મહાસતીજીએ દશ વર્ષ પહેલાં ચાતુર્માસ કર્યું ત્યારે પ્રાર્થનાને મંગલ પ્રારંભ કર્યો હતું. ત્યારથી પ્રાર્થના ચાલુ છે. આ ચાતુર્માસમાં છેલ્લે પૂ. મહાસતીજીએ એવું સુંદર સિંચન કર્યું કે જેના પ્રભાવે આજે ત્રણ જેટલાં ભાઈઓ, બહેને વૃધ્ધો અને બાળકે લાભ લઈ રહ્યા છે. જે આપણે નજર સમક્ષ જોઈએ છીએ. અંતમાં આપને વિદાય આપતાં અમારી આંખે અશ્રુથી છલકાઈ જાય છે ને હૃદય ભરાઈ જાય છે. આપ ઘાટકેપરને ભૂલશે નહિ અને વહેલા પધારશે. છે શા ૨ દા શિ ખ ૨ ભાગ ૧-૨-૩ સ મા પ્ત = = નોંધઃ શારદા શિખર પુસ્તકમાં કોઈપણ પ્રકારની ભૂલ રહી હોય તો તે વ્યાખ્યાનકારકની કે લખનારની નથી પણ મુદ્રણ દેષ છે. તે આ માટે વાચકોને વિનંતિ કરવામાં આવે છે કે આપને જ્યાં જ્યાં ભૂલ દેખાય તે માટે શુંધિ પત્રકમાં જશે.
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy