________________
શારદા ક્રિખર કુંભક રાજા મોટા જન સમુદાય સાથે ભગવાન મલ્લીનાથનાં દર્શન કરવા માટે આવે છે. સૌના હૈયામાં હર્ષ છે.આ હર્ષ શેને છે? આત્માને. તમારો દીકરો પરદેશથી બાર વર્ષે આવતું હોય ત્યારે તમને કેટલે હર્ષ થાય છે? પણ યાદ રાખો કે સંસારને હર્ષ જીવને કર્મ બંધાવશે ને ત્યાગને આનંદ, સર્વજ્ઞના વંદનને ઉલાસ કર્મની ભેખડો તેડી નાંખે. કેવળજ્ઞાન પામેલા સર્વજ્ઞ મલ્લીનાથ ભગવાનના દર્શન કરી તેમની દેશના સાંભળીને સૌનાં હૈયાં હરખાયા. માતા પિતાને આનંદનો પાર નથી. અહાહા ! અમારી દીકરી ભગવાન બની.
બંધુઓ ! આજે તે દીકરે જન્મે ત્યારે તમે પેંડા વહેંચે છે ને થાળી વગાડે છે. અને દીકરી આવે તે એમ થાય કે પથરે આવે. પણ દેખે અહીં દીકરીએ કેવું નામ કાઢયું! એવા તે કંઈક સિધ્ધાંતમાં દાખલા છે.
રાજેમતીએ તેની સખીઓ સાથે દીક્ષા લીધી અને ગિરનાર પર્વત ઉપર ભગવાનનાં દર્શન કરવા માટે ઉમંગભેર જતાં હતાં. રસ્તામાં ખૂબ વરસાદ પડયો ત્યારે સૌ એકબીજાથી જુદા પડી ગયા. જેને જ્યાં જગ્યા મળી ત્યાં ઉભા રહી ગયા. રાજેમતી એક ગુફામાં ગયા. રામતીના શરીરનું તેજ અલૌકિક હતું. તેમનાં દેહના તેજથી ગુફા ઝળહળી ઉઠી. ગુફામાં રહનેમિ ધ્યાન ધરીને ઉભા હતાં. તેમણે તેજાતેજનાં અંબાર જેવી રાજેમતીને જોઈને તેમનું મન સંયમથી ચલિત થયું અને રાજેસતીને કહ્યું આવ, આપણે સંસારના સુખ ભોગવીએ પછી દીક્ષા લઈશું. પિતે રથનેમિ છે તેની ઓળખાણ આપી. તે વખતે જેના લેહીના અણુઅણુમાં સંયમના તેજ ઝળકે તે રામતીએ કહ્યું
धिरत्थु तेऽजसोकामी, जो तं जीविय कारणा। વાં રૂછસિ ગાવેલું છે તે મ મ || દશ, સૂ, અ. ૨ ગાથા ૭
હે અપયશના કામી ! તારા અસંયમી જીવનને ધિક્કાર છે. જે સંસારને તે વમી નાંખે તેને ગ્રહણ કરવાની ઈચ્છા કરે છે ? આના કરતાં તારા માટે મરણ શ્રેયકારી છે. એવા જેમભર્યા શબ્દોથી રહનેમીને ફટકાર્યા કે પડવાઈના પંથે જતાં ઠેકાણે આવી ગયા. આવા કડક શબ્દો કેણ કહી શકે? જેનામાં ખમીર હોય તે કહી શકે. રાજેમતીએ સાચી સિંહણ બનીને ગર્જના કરી તે રહનેમિ આત્મભાવમાં આવી ગયો. બેલે, રહનેમીને સ્થિર કરનાર રાજેતી એક સ્ત્રી છે ને!
હવે મલ્લીનાથ ભગવાનનાં પૂર્વના મિત્રો જિતશત્રુ પ્રમુખ છ રાજાઓ મલ્લીનાથ પ્રભુ પાસેથી પ્રતિબોધ સાંભળીને વૈરાગ્ય પામી પિતાની રાજધાનીમાં ગયા હતા તે છ એ રાજાએ તિપિતાના મોટા પુત્રોને રાજગાદીએ બેસાડીને હજાર પુરૂષે ઉંચકે તેવી પાલખીમાં બેસીને પિતાની સર્વઋધ્ધિ સાથે મંગલ ગીતે અને વાજિંત્રો