________________
શારદા શિખર તમે સાચવજે. તેમ કહીને ફળ લેવા ગઈ. ત્યાં દેડ કંવર ગયે કે હાલે બહેન!
એ તે બંને વાત કરે છે. હે! સુંદરી દેડતી ત્યાં આવી પણ બંને સૂતા હતાં. કંઈ બોલતાં નથી.
બીજે દિવસે માયાકુમારે કહ્યું–બહેન ! ગામમાં અમુક દુકાને દવા મળે છે તે તમે લઈ આવે. તે બંને ભાનમાં આવી જશે. સુંદરીએ કહ્યું-ભાઈ! તમે જાઓ તે સારું થાય. પણ ભાઈએ કહ્યું-“ના”. હું આ બંનેને સાચવીશ. તમે જાઓ, સુંદરીએ કહ્યું-ભાઈ! તમને સેંપીને જાઉં છું. તમે બરાબર ધ્યાન રાખજો. મને છેડીને એ ક્યાંય જાય નહિ. મેહ કેટલે ભયંકર છે! મરી ગયાં ને ત્રીજો દિવસ થયે છે. હવે તે મડદામાંથી દુર્ગંધ છૂટી છે પણ એને દુર્ગંધ પણ આવતી નથી. સુંદરી ગામમાં ગઈ. દવા મળી નહિ. છેવટે તે નિરાશ થઈને પાછી ફરી. માયાકુમાર તેને સામે મળે. અરે ભાઈ! તમે કેમ આવ્યા? અરે બહેન ! તમે ગયા પછી બંને વાત કરે છે માટે હું તમને બોલાવવા આવ્યો છું તેમની વાત હું સમજી શકતા નથી. તમે ઝટ ચાલે. બંને આવ્યા ને જોયું તે એકે નથી.
સુંદરી તે બાવરી બનીને ચારે તરફ જોવા લાગી. કયાં ગયા? ખૂબ શોધ કરી પણ પતિ ન મળ્યાં ત્યારે રડવા લાગી. આ વખતે માયાકુમારે કહ્યું–બહેન! હું હેતે કહેતો કે છાની છાની વાત કરે છે નકકી એ બંને આપણને ઠગીને ચાલ્યો ગયા. માયાકુમારે કહ્યું–હે માયાદેવી ! તારા માટે મહેલ છેડી વન વગડેવેઠયો, ભૂપે ને તરસ્યો મરી ગયો ત્યારે તું મને છોડીને બીજાની સાથે ભાગી ગઈ? આ સંસાર કે દગાબાજ છે! ત્યારે સુંદરી પણ બોલી-નાથ ! તમારે ખાતર તે મેં ભેખ લીધો. બંગલ છેડીને એકલી વનમાં આવી. છતાં તમે બીજી સ્ત્રી સાથે પ્રેમ બાંધ્યો ? તમે મને વિશ્વાસઘાત કર્યો ? એકલી મૂકીને ચાલ્યા ગયા? એમ કહીને સુંદરી ખૂબ બૂરા કરવા લાગી.
બરાબર સમય જોઈને માયાકુમારે કહ્યું-બહેન! ગમે તેટલું રડે કે સૂર પણ એ બંને આપણને ઠગીને ચાલ્યા ગયા. હવે તેમની પાછળ રડીને શું કરવાનું? એ આપણને છોડીને ગયાં ને આપણે પણ આ બધું છોડીને મૃત્યુને શરણ થવાનું છે. કેઈ કેઈનું નથી. ત્યાં સુંદરીએ કહ્યું-ભાઈ! મૃત્યુ તે મારા પતિને પણ એક દિવસ તે આવશે જ ને ? “હા”. બહેન ! મૃત્યુ તે કેઈને છેડતું નથી. જેને જન્મ છે તેનું મૃત્યુ અવશ્ય છે તેમાં નવાઈ નથી. મોહ ઘેલી બનીને તું જે તારા પતિના દેહને લઈને ફરતી હતી તે ક્યારનાય મૃત્યુ પામી ચૂકયે હતે. તારે મોહ ઉતારવા માટે મેં આ બધું નાટક કર્યું હતું. સુંદરી કહે છે ભાઈ! શું કહો છે? એ મરી ગયા? હા. બહેન ! આ સંસારમાં સંગ ને વિયેગનું ચક્ર ચાલ્યા કરે છે. આ આખો સંસાર બહારથી સોહામણ ને લોભામણે છે પણ અંદરથી બિહામણે છે,