________________
૨૫૫
શારદા શિખર રાજાએ પિતાના કૌટુંબિક પુરૂષને બોલાવ્યા. બેલાવીને કહ્યું કે હે દેવાનુપ્રિયે! "खिप्पामेव अट्ठसहस्स सावणियाणं जाव मेोमेजाणंति अण्णं च महत्थ जाव તિથrfમણે સવવેદ” તમે સત્વરે એક હજાર આઠ( ૧૦૦૮) સોનાના કળશે, એક હજારને આઠ ચાંદીના કળશે, મણીમય કળશે, સેના અને ચાંદીથી બનાવેલા કળશે, સેના અને મણીઓથી બનાવવામાં આવેલા કળશે, સેના, ચાંદી અને મણીઓથી બનાવેલા કળશે, માટીના કળશે. આ રીતે કુલ આઠ જાતિના કળશે દરેક એક હજારને આઠ લાવે. તેમજ મેટા અર્થવાળી તીર્થંકર પ્રભુના અભિષેકની સર્વ સામગ્રી લાવે.
કુંભક રાજાએ કૌટુંબિક પુરૂષને આઠ જાતિના, એ કેક જાતિના એક હજાર આઠ કળશે તેમજ દીક્ષાના સાધને પાતરા, રજોહરણ વિગેરે દીક્ષાની મૂલ્યવાન સામગ્રી લાવવાની આજ્ઞા આપી. હવે કૌટુંબિક પુરૂષે બધું લાવશે. ત્યાર બાદ શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર - પ્રદ્યુમ્નકુમારના નગરમાં પ્રવેશ પછી અને આ બધી વાતની જાણ થતાં દુર્યોધનને ખબર પડી કે ભીલના રૂપમાં જે માણસ મારી પુત્રીને લઈ ગયે હતે તે કૃષ્ણજીને નંદ પ્રદ્યુમ્નકુમાર છે. તેથી હર્ષભેર કૃષ્ણજી પાસે આવીને બે કે મહારાજા ! મારી પુત્રી અને આપની પુત્રવધુ તેને હું મળવા માટે આવ્યો છું. આ શબ્દ સાંભળતાં કૃષ્ણજી ચિંતામાં પડી ગયા. પિતાને ચિંતાતુર જઈ પ્રદ્યુમ્નકુમારે વિદ્યાના બળથી ગુપ્ત રાખેલી ઉદધિકુમારીને ત્યાં હાજર કરી. કૃષ્ણજી અધીરા બનીને પૂછે છે બેટા ! આ શું બન્યું ? ત્યારે કુમારે બધી વાત કરી.
હવે ૨જા દુર્યોધન હૈયાના હર્ષથી કહે છે-મારી પુત્રી આપની શરત પ્રમાણે પ્રદ્યુમ્નકુમાર સાથે પરણાવવી છે. આ તે કુમારનું અપહરણ થયેલું હતું અને તેને પત્તો ક્યાંય ન પડયા તેથી ભાનુકુમાર સાથે પરણાવવાનું નક્કી થયું. કૃષ્ણજી અને
ધન બંનેની વાતે પ્રધુમ્નકુમારે સાંભળી અને પછી નમ્રતાપૂર્વક પિતાજીને વિનંતી કરી કે હવે ઉદધિકુમારી ભાનુકુમાર સાથે જ પરણુ. જેના નામથી લગ્ન ગવાઈ ગયા છે, અને વિધિ-વિધાનો શરૂ થઈ ગયા છે. માટે તેમની સાથે પરણાવે. હવે તે મારી બહેન છે. પ્રદ્યુમ્નકુમારને ઘણું ઘણું સમજાવ્યું છતાં તેણે ના પાડી અને કહ્યું-પિતાજી ! મેં જે કંઈ તફાને કર્યો છે તે મારે કરવા ન જોઈએ પણ ફક્ત મારી માતા સત્યભામાનું અભિમાન ઉતારવા કર્યું હતું. માટે એમની પણ હું માફી માંગું છું.
હવે પ્રદ્યુમ્નકુમાર જે જે બીજી કન્યાઓ સાથે લાવે છે તે અને બાકીની ઘણી રાજકુમારીઓ સાથે લગ્ન થવાની વાત થઈ ત્યારે કુમારે એક જ માંગણી કરી કે