________________
શારદા શિખર કે કોઈના પ્રત્યે દ્વેષ નથી. એટલે તે તે મુઠ્ઠી ભરીને સરખું આપે છે. પણ કોઈના ભાગ્યમાં ઓછું હોયને વધારે જાય તે દેવે તે દ્રવ્ય સંહરી લે છે. અને કોઈના ભાગ્યમાં વધારે હોય ને ઓછું જાય તે દેવે પિતાની શક્તિથી વધારી દે છે. આ જે સુવર્ણ મહોરે દાનમાં આપે છે તે દેવેનું આપેલું દ્રવ્ય છે. અને તે દરરોજ એક ક્રોડ ને આઠ લાખ સોનામહોરો દાનમાં આપતાં એક વર્ષમાં પૂરું થાય તે પ્રમાણે હોય છે. તે સિવાય બીજું પિતાના પિતાના ભંડારમાં રહેલા દ્રવ્યનું પણ દાન આપે છે.
જેના ઘરમાં આવા તીર્થંકર પ્રભુ જમ્યા હોય તે માતાપિતાને કેટલો આનંદ હોય ! પોતાની પુત્રી માટે કે જ્યારે આટલું બધું દ્રવ્ય દાનમાં આપે છે તે પોતે પણ પોતાના ભંડારમાંથી દ્રવ્ય છૂટા હાથે વાપરે છે. મલ્લી અરિહંત પ્રભુ છૂટે હાથે વાચકોને સોનામહોરે દાનમાં આપે છે ત્યારે તેમના પિતાજીએ શું કહ્યું "तए णं से कुभएरायो मिहिलाए रायहाणीए तत्थ तत्थ तहि तहिं देसे देसे बहूओ મદારતાઢા પારિ' ત્યાર પછી તે કુંભક રાજાએ મિથિલા રાજધાનીમાં, બીજા પરાઓ વિગેરે વિભાગોમાં મોટા મોટા ભાગને વિષે, બીજા ઘણાં સ્થાનોમાં તથા ત્રિક, ચતુષ્ક અને શૃંગાટક એટલે ત્રણ રસ્તા ભેગા થતાં હોય, ચાર રસ્તા ભેગાં થતાં હોય અને શીંગોડાને આકારે રસ્તા ભેગા થતા હોય એવા વિભાગોમાં ઠેકાણે ઠેકાણે ભોજનશાળાઓ કરાવી. તેમાં રસોઈ કરવા માટે ઘણાં રસોઈયાઓ રાખવામાં આવ્યા. રસોઈયાએ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ એમ ચારે પ્રકારને આહાર પુષ્કળ પ્રમાણમાં તૈયાર કરતાં હતાં. તેના બદલામાં તેમને તથા તેમની સાથેના માણસોને ભેજનશાળામાંથી ભેજન મળતું હતું ને રસોઈ કરનાર માણસોને પગાર પણ મળતો હતો.
ચારે પ્રકારને આહાર તૈયાર કરીને રસોઈયા ત્યાં જે યાચકો આવતા હતાં તે બધાને સારી રીતે જમાડતાં હતાં. આ વાતની ખબર પડતાં માર્ગે ચાલનાર ભૂખ્યાં થયેલા પથિકો, ખપ્પર ધારી ભિક્ષુકો, પાખંડી ધર્મને આચરનારા, ગરીબ, ભગવા વસ્ત્રધારી ભિક્ષુકો, કંથાધારીઓ, મજુર લેકો વિગેરે તથા ભિક્ષુકો અને ગૃહસ્થી ગમે તે પંથના હોય તે બધા ભોજનશાળામાં આવવા લાગ્યા. તે બધાને શ્રેષ્ઠ સુખાસન પર બેસાડી થોડીવાર વિસામે આપીને પુષ્કળ પ્રમાણમાં બનાવવામાં આવેલાં આહાર વહેંચવામાં આવતું હતું. તેમજ ત્યાં કોઈ જાતના ભેદભાવ વિના રસોઈયાઓ સારી રીતે પીરસીને બધાને પ્રેમથી જમાડતાં હતાં. જેને ભેજના ઘેર લઈ જવું હોય તે લઈ જાય ને ત્યાં જમવું હોય તે ત્યાં જમી લેતા. બધી રીતે છૂટ હતી,