SearchBrowseAboutContactDonate
Page Preview
Page 951
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ર શારદા શિખર કેટલા છેને કચ્ચરઘાણ નીકળી જશે. માટે હે બેટા ! આ બધું છોડી તું તારા પિતાના ચરણમાં પડી જા. કારણ કે કૃષ્ણજીનું સૈન્ય ઘણું મોટું છે. તું એકલે છે. તું શું કરીશ? આ સમયે પ્રદુકુમારે વિદ્યાના બળથી જબરજસ્ત સૈન્ય ઉભું કરી દીધું. સાથે સાથે કૃષ્ણજીના સૈન્યમાં બળરામ, પાંડ વિગેરે રાજાએ છે તેવા રાજાઓ તેના સિન્યમાં તેણે બનાવ્યા. હાથી, ઘોડા, રથ, છત્ર, ચામર વિગેરે ચિન્હો એકસરખા દેખાવા લાગ્યા. આથી સૈન્ય કામમાં પડી ગયું. આમાં આપણું સૈન્ય કયું ને શત્રુનું સૈન્ય કયું ? - પિતા પુત્ર વચ્ચે જામેલી લડાઈ: પ્રલયકાળના ઉછરતા સાગર સમાન બંનેની સેનામાંથી પાણીના તરંગેની માફક જૈધ્ધાઓની તલવારની ઝડી વરસી. બાને વરસાદ વરસવા લાગ્યા. અહો ! આ સંસારની કેવી વિચિત્રતા છે કે વિના કારણે પિતા અને પુત્ર યુદ્ધ ખેલી રહ્યા છે. તીક્ષણ તલવારથી કપાતા માનવીના લોહીની નદીઓ વહેવા લાગી. ને મડદાના ઢગલા થયા. આવું યુધ્ધ જોવા દેવે પણ આકાશમાં ઉભા રહી ગયા. કહેવાય છે કે આની આગળ રામ અને રાવણનું યુદ્ધ તુચ્છ લાગતું હતું ઘડીકમાં કૃષ્ણજીને જય ને પ્રદ્યુમ્નકુમારને પરાજ્ય. તે વળી ઘડીકમાં પ્રદ્યુમ્નને જય ને કૃષ્ણજીને પરાજય એમ દેખાવા લાગ્યું. વિદ્યાના બળથી એ ચમત્કાર બતાવ્યું કે પાંડવો આદિ ઘણાં યાદવો હણાઈ ગયા છે. આથી હખિત દિલવાળા કૃષ્ણજી ખુદ લડાઈમાં ઉતર્યા. જેવા હથિયાર ઉપાડવા જાય તેવી કૃષ્ણજીની ડાબી આંખ ફરકી. આથી કૃષ્ણજી વિચાર કરે છે કે આ પાપીએ રૂક્ષમણીનું અપહરણ કર્યું. પાંડવો આદિ મારા ભાઈઓને બેહાલ દશામાં ફેંકી દીધા. લાખ સૈનિક હણાઈ ગયા. આવા દુશમન આગળ મને શું લાભ થવાને છે કે મારી આંખ ફરકે છે? અને શા માટે મને તેના પર હુદયથી સ્નેહ આવે છે? આમ વિચાર કરે છે ત્યાં પ્રદ્યુમ્નકમાર કહે છે કેમ થાકી ગયા ? આ શબ્દો સાંભળતાં કૃષ્ણજીને ગુસ્સો આવી ગયે. હવે તેમાં શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૧૦૪ કારતક સુદ ૮ ને શનીવાર તા. ૩૦-૧૦-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંત કરૂણાનીધિ, ઐકય પ્રકાશક, શાસનપતિ સર્વજ્ઞ ભગવંતે જગતના જીના ઉધ્ધાર માટે શાસ્ત્રની પ્રરૂપણ કરી. શાસ્ત્રની વાણીમાં અજબગજબનાં ભાવ ભરેલાં છે. તમે ગમે તેટલા પુસ્તકનું વાંચન
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy