SearchBrowseAboutContactDonate
Page Preview
Page 948
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર છે? અવધિજ્ઞાનમાં જઈને સહાય કરવા જેવી લાગે તે સહાય કરે છે. (અહીં પૂ. મહાસતીજીએ દેવની સહાય ઉપર ચંદનબાળાનું દષ્ટાંત ખૂબ સુંદર છણાવટથી સમજાવ્યું હતું ને તેનું જીવન ચરિત્ર એવું સુંદર વર્ણવ્યું હતું કે બેતાઓની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હતાં) મલ્લીનાથ ભગવંતના દીક્ષા લેવાના નિર્ણયથી શકેન્દ્રનું આસન ડેલ્યું ત્યારે ઉપગ મૂકીને અવધિજ્ઞાન દ્વારા જોયું તે મલ્લી અરિહંતને જોયા. જેઈને ઈન્દ્રના મનમાં આવા પ્રકારને અધ્યવસાય ઉત્પન થયે કે આ જંબુદ્વીપ નામનાં દ્વીપમાં, ભરતક્ષેત્રમાં, મિથિલા નામની રાજધાનીમાં કુંભક રાજાના ભવનમાં મલ્લી નામના અરિહંત પ્રભુ “હું વર્ષને અંતે દીક્ષા અંગીકાર કરીશ” આ પ્રમાણે વિચાર કરી રહ્યા છે. તેથી મારું આસન ચલાયમાન થયું છે. આ કારણે ઈન્દ્રનું આસન ડોલે છે ત્યારે કાળવ્રયવતી એટલે અતીત કાળના એટલે ભૂતકાળમાં થઈ ગયેલા વર્તમાન સમયમાં વર્તતા અને અનાગત કાળમાં થનારા સર્વ શક, દેવેન્દ્રો, દેવ રાજાઓને પરંપરાથી ચાલતે આવેલે આ પ્રમાણેને આચાર છે કે તેઓ અરિહંત ભગવાન દીક્ષા લેવાના હોય ત્યારે તેમને આટલી અર્થસંપદા (દાન દેવા માટે) આપવી જોઈએ. તે પ્રમાણે અર્થસંપત્તિ અર્પણ કરે છે. તેનું પ્રમાણ કેટલું છે! "तिण्णेव य कोडिसया, आहसीतिं च होन्ति कोडीओ। असितिं च सयसहस्सा, इंदा दलयंति अरहाणं ॥" ત્રણસો કોડ એટલે ત્રણ અબજ, અઠ્ઠાસી (૮૮) ક્રોડ અને એંશીલાખ સુવર્ણ ભદ્રાએ વાર્ષિક દાન માટે તીર્થકરેના વખતે આટલું દ્રવ્ય ઈન્દ્ર તેમને ઘેર પહોંચાડે છે. બંધુઓ ! તીર્થંકર પ્રભુની કેટલી પ્રબળ પુન્નાઈ છે ! મહાન પુણ્યનાં મેગાં થાય ત્યારે જીવ તીર્થંકર નામકર્મ બાંધે છે. એ બધી પુનાઈતીર્થંકરના ભાવમાં ખપાવવાની હોય છે. એટલે તીર્થકરને વષીદાન માટે તેમના પિતાના ભંડારમાંથી કાઢવું પડતું નથી. તીર્થકર ભગવંત આ પ્રમાણે દીક્ષા લેવાને વિચાર કરે ત્યારે ઈન્દ્રનું આસન ચલાયમાન થાય છે ને ઈન્દ્ર અવધિજ્ઞાન દ્વારા આ વાત જાણી લે છે. પછી ઈન્દ્ર મહારાજ જાતે ધન આપવા માટે આવતા નથી. એ પિતાની નીચેના દેને આજ્ઞા કરે છે. તેથી તે શક દેવેન્દ્ર વૈશ્રમણ દેવ કુબેરને બેલા. બે લાવીને તેને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! “વુ હવે મારા પાસે કાર અસીર્તિ જ સજરાતt ત્તા આ જંબુદ્વીપમાં ભારત વર્ષ ક્ષેત્રમાં મિથિલા નામની નગરીમાં કુંભક રાજાના મહેલમાં મલ્લી નામના તીર્થંકર પ્રભુ છે. તેઓ દીક્ષા લેવાને વિચાર કરી રહ્યા છે. એટલા માટે ઈન્દ્રોને આ જાતને પરંપરાથી ચાલતે આવતે નિયમ છે કે તેઓ તીર્થંકર પ્રભુના નિષ્ક્રમણ મહોત્સવના વખતે ત્રણ અબજ, અઠ્ઠાસી ક્રોડને
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy