________________
શારદા શિખર આપ. કુંભક રાજાની આજ્ઞા થઈ કે સેનાપતિએ કહ્યું છે હજુર. એમ કહીને સેનાને સજજ કરવા માટે ગયે. જેમ ચાતક પક્ષી વરસાદનાં પાણી અધરથી ઝીલે છે તેમ કુંભક રાજાના સેનાપતિએ તેમની આજ્ઞા ઝીલી લીધી. એ સેનાપતિઓ અને પ્રધાને તેમના રાજાની આજ્ઞામાં વફાદાર હતાં. પિતાના રાજાને પ્રસન્ન રાખવા માટે સેનાપતિ તેમજ પ્રધાનોને રાજાના એક જ અવાજે પ્રતિજ્ઞાનું પાલન કરવું પડે છે, તે આત્મ કલ્યાણ કરવા માટે શિષ્યોએ ગુરૂની આજ્ઞાનું પાલન કરવા માટે કેટલું તત્પર રહેવું જોઈએ ! વિનયવંત મેક્ષના ઈચ્છક શિષ્ય ગુરૂની આજ્ઞા તહેત કરીને વધાવી લે છે.
એક વખત મહર્ષિ વ્યાસ ઘણાં શિષ્ય પરિવાર સાથે ફરતાં ફરતાં જનકવિદેહીની મિથિલા નગરીમાં આવી પહોંચ્યા. જે જગતની જંજાળ છેડીને જોગી બને છે તેને જગતની પરવા દેતી નથી. વ્યાસ કષિ આત્મ ભાવની મસ્તીમાં લનારાં હતાં. વ્યાસજી મિથિલામાં પધાર્યા તેથી જનકરાજાને ખૂબ આનંદ થયે. તેમને વંદન કરી સત્કાર સન્માન કરીને કહ્યું–આપના પુનિત પગલાં થતાં આજે મારી નગરી પાવન બની છે. હવે આપને એક વિનંતી કરું છું કે આપ જ્યાં સુધી મારી નગરીમાં રહે ત્યાં સુધી દરરોજ મને તેમજ મારા પ્રજાજનોને ઉપદેશ આપજે. વ્યાસજીએ રાજાની વાતને સહર્ષ સ્વીકાર કર્યો. અને દરરોજ તેમના નિવાસસ્થાને સત્સંગ ને ઉપદેશ થવા લાગ્યા. જનક રાજા આત્મજ્ઞાનના પ્યાસી હતા. જ્યાં તેમને આત્માની, સત્સંગની વાત સાંભળવા મળતી ત્યાં દેડીને જતા. દેહમાં વસવા છતાં વિદેહી દશાને અનુભવ કરતા હતા.
મહર્ષિ વ્યાસ પણ રાજાની જિજ્ઞાસા જોઈને જ્યાં સુધી રાજા ન આવે ત્યાં સુધી ઉપદેશ શરૂ કરતાં ન હતાં, એ આવે પછી શરૂ કરતાં. શરૂઆતમાં તે શિ કંઈ બોલ્યા નહિ. એક દિવસ એવું બન્યું કે જનક રાજાને આવતાં મોડું થયું. વ્યાસજીએ પણ ઉપદેશ આપવાની શરૂઆત કરી નહીં. ત્યારે શિષ્ય કહેવા લાગ્યા ગુરૂદેવ! આ સંસારમાં તે દરેક જગ્યાએ સત્તા અને સંપત્તિનું બહુમાન થાય છે પણ આપ જેવા પવિત્ર સંતને સત્તાની શેહમાં તણાતાં જોઈને અમને તે ખૂબ આશ્ચર્ય થાય છે. ત્યારે વ્યાસજીએ કહ્યું તમે શા માટે એમ કહે છે ? શિષ્યોએ કહા સાહેબ ! એ તે દીવા જેવી વાત છે કે જ્યાં સુધી જનક રાજા આવતાં નથી ત્યાં સુધી આપ ઉપદેશ આપવાની શરૂઆત કરતા નથી. એ આવે પછી જ શરૂ થાય છે. તેથી નક્કી થાય છે કે આપ જેવા મહર્ષિ પણ સત્તા અને સંપત્તિને મહત્વ આપે છે. જે એમ ન હોય તે ઉપદેશની શરૂઆત થઈ હોત.
વ્યાસજીએ શિષ્યોને કહ્યું તમે શાંતિ રાખે. રામય આવ્યે હું તમારા પ્રશ્નનો ઉત્તર આપીશ. આ બનાવ બન્યા પછી થોડા દિવસ બાદ વ્યાસ ઉપદેશ આપી