SearchBrowseAboutContactDonate
Page Preview
Page 902
Loading...
Download File
Download File
Page Text
________________ શારા હૈ ખૂબ દુખ થયું. માણસ માત્રને પિતાનું માન વહાલું હોય છે. કુંભક રાજાને તેમની કુંવરી આપણાં રાજાને આપવી ન હતી તે ના પાડી હતી કે તમે મારી કુંવરીની માંગણી કરવા આવ્યાં છે તે આનંદની વાત છે. પણ તમારા રાજા સાથે પરણાવવાની મારી ઈચ્છા નથી. આમ શાંતિથી કહેવું હતું પણ ગુસ્સે થઈને આપણું અપમાન કરવાની શી જરૂર ? આપણને મહેલના પાછલા દરવાજેથી કાઢી મૂક્યાં તે આપણું ઘોર અપમાન કર્યું છે. છ એ રાજાના તે અપમાનિત થઈ દુઃખિત દિલે મિથિલા નગરી છેડીને ચાલી નીકળ્યા. છ એ રાજાના તે પિતાને રાજાની હોંશ પૂરી કરવા આવ્યા હતા પણ તેમની હોંશ પૂરી ન થઈ. એટલે વીલા મોઢે છે એ તે મિથિલા છેડીને પોતાના દેશમાં પહોંચી ગયા. આશામાં રહેલા રાજાઓ”: જિતશત્રુ આદિ છ એ રાજાઓ વિચાર કરતાં હતાં કે આપણું તે મલીકુમારીની માંગણી કરવા માટે ગયા છે તે તે કાર્યમાં જરૂર સફળ બનીને આવશે. કારણ કે સૌની આશા અમર હોય છે. સૌ પિતાનાં મનોરથો પૂરા થશે તેમ ઈચ્છે છે. પણ અહીં તે એકેયની આશા પૂરી થઈ નહિ. બધા એ પિતાના મહારાજા પાસે આવી સર્વપ્રથમ બંને હાથ જોડી અંજલી મસ્તકે મૂકીને નમન કર્યા. અને કહ્યું કે વહુ સામ! હે સ્વામિન્ ! અમે બધાં જિતશત્રુ પ્રમુખ છ એ છ રાજાઓનાં તો એક જ સમયમાં જ્યાં મિથિલા નગરી હતી ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચીને કુંભક રાજાના દર્શન માટે મહેલમાં ગયા. ત્યાં અમે વિનયપૂર્વક તેમને નમન કરીને આપને સંદેશે કહી સંભળાવ્યા. કુંભક રાજા તે સંદેશે સાંભળતાં ગુસ્સે થઈ ગયાં ને કહેવા લાગ્યા કે હું મારી પુત્રી મલ્લીકુમારી ઈને ય આપીશ નહિ. આમ કહીને તેમણે અમને અસત્કૃત તેમજ અસન્માનિત કરીને એટલે કે અમારે સત્કાર કે સન્માન કરવાનું તે દૂર રહ્યું પણ અમારું અપમાન કરીને મહેલની પાછળના નાના બારણેથી બહાર કાઢી મૂક્યા. માટે તે સ્વામી! તમે ચોક્કસપણે જાણી લે કે કુંભક રાજા તેમની પુત્રી મલીકુમારી કેઈને પણ આપશે નહિ. જિતશત્રુ પ્રમુખ છ એ છ રાજાએ પોતપોતાનાં દૂતની વાત સાંભળીને ક્રોધથી ધમધમી ઉઠયાં કે અહ! કુંભક રાજાએ આપણું હડહડતું અપમાન કર્યું ! આપણાં તેનું પણ ઘોર અપમાન કર્યું તે અમારે છ રાજાઓએ એકત્રિત થઈને તેની સામે યુધ્ધ કરવું જોઈએ. આ વિચાર કરીને પોતપોતાનાં તે એક બીજા રાજા પાસે મોકલ્યા. અને એ તેની સાથે સંદેશ મોકલાવ્યો કે “ લેવાનુfor શબ્દ troi તૂ ગમન સમયમાં જે ” હે દેવાનુપ્રિયે ! આપણાં છ એ રાજાના દૂતે એક જ વખતે મિથિલા નગરીમાં કુંભક રાજાની પાસે મલ્લીકુમારીની માંગણી કરવા માટે ગયા હતાં. ત્યાં તેમણે આપણુ દૂતોને સત્કાર કે સન્માન કંઈ
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy