________________
થયા મિંદ અપાર દુઃખથી ભરેલાં સંસાર સાગરનાં પ્રવાહમાં તણાતાં જોઈ કરૂણા કરી કહ્યું કે હે ભવ્ય પ્રાણીઓ ! જે તમારે સાચું સુખ જોઈતું હોય તે સંસાર સુખના રાગને ત્યાગ કરે ને ત્યાગને રાગ કરે. સાચું સુખ ત્યાગમાં છે.
મલ્લીનાથ ભગવાનને અધિકાર ચાલે છે. તેમાં મલ્લીકુમારીનાં રૂપ અને ગુણની પ્રશંસા સાંભળતાં સંસાર સુખના રાગી જીવડાઓ પૂર્વના છ મિત્રોને તેમના પ્રત્યે અનુરાગ જા. તેથી છ એ છ રાજાઓએ મલ્લીકુમારીની માંગણી કરવા માટે પિતપોતાનાં દૂત મેકલ્યા. અને છ એ તે પિતા પોતાના રાજાની આજ્ઞા થતાં નીકળ્યા. અને ઘણાં ગામે વટાવી છે રાજાનાં દૂતે એક જ દિવસે મિથિલા નગરીમાં પહોંચ્યા. અને મુખ્ય ઉદ્યાનમાં આવીને પિતાપિતાને પડાવ નાંખે પડાવ નાંખીને તેઓ મિથિલા રાજધાનીમાં જ્યાં કુંભક રાજા હતા ત્યાં પહોંચ્યા. ત્યાં જઈને બધાએ બંને હાથની અંજલિ બનાવી મસ્તકે મૂકી કુંભક રાજાને નમસ્કાર કર્યા. નમસ્કાર કરીને તેમણે વારાફરતી પિતપોતાના રાજાને સંદેશે તેમને કહી સંભળાવ્યો ને કહ્યું કે હે મહારાજા ! અમારા મહારાજાએ આપની પુત્રી મલ્લીકુમારીનાં રૂપ અને ગુણની પ્રશંસા સાંભળી છે તેથી મહલકુમારીનું માગું કરવા અમને મોકલ્યા છે. આમ કહેતાં છ એ તેના મુખ ઉપર હર્ષ હતે. સૌના મનમાં એમ હતું કે અમારા રાજાનું કહેણ કુંભક રાજા સ્વીકારશે. કેનું કહેણ સ્વીકારશે તેના જવાબની તે રાહ જોઈને હાથ જેડીને ઉભા રહ્યાં.
કુંભક રાજાએ છ એ તેની વાત સાંભળી. હું તમને પૂછું કે તમારી દીકરી માટે સામેથી આટલાં કહેણ આવે તે તમે ખુશ થાઓ ને? મારી પુત્રી કેટલી ભાગ્યવાન છે કે તેને માટે સામેથી માંગણી કરવા આવે છે. પણ કુંભક રાજાને હર્ષ થયે નહિ. પણ દૂતનાં મુખેથી છ રાજાઓએ મલીકુમારીની માંગણી કરી છે તે વાત સાંભળીને “નવ તિવઢિયં મિકfક પર્વ વાણી” કુંભક રાજાને ખૂબ ક્રોધ ચઢયે. અને કપાળમાં ત્રણ રેખાઓ પડે તેવી તેમની ભ્રકુટી ચઢી ગઈ ને આંખો તે ક્રોધથી લાલચોળ થઈ ગઈ.
જ્યારે માણસને ક્રોધ આવે છે ત્યારે હિતાહિતનો વિવેક રહેતું નથી કે હું આ ક્રોધ કરું છું તેનું પરિણામ શું આવશે ? ક્રોધ એ આત્માને કટ્ટો શત્રુ છે. વગર અગ્નિની અગ્નિ છે. જેમ અગ્નિને એક તણખે લાખો મણ રૂની ગંજીઓને ને મોટા વનને બાળીને ભસ્મીભૂત કરી નાંખે છે. તેમ વર્ષો સુધી કરેલી સાધનાને ક્રોધની એક ચિનગારી બાળીને ખાખ કરી નાંખે છે. કષાય એ કસાઈ જેવી ભયંકર છે. આત્મા કષાયમાં જોડાયેલ હોય તે વખતે જે આયુષ્યને બંધ પડે તે દુર્ગતિને બંધ પડે છે. માટે ભગવાન કહે છે કે કષા ઉપર વિજય મેળવે. કહ્યું છે કે