________________
૮૮૮
શારદા શિખર તેનું હૈયું હરખાય છે. મુનિ પણ પિતાની જન્મદાતા માતાના દર્શન કરી અંતથી વંદન કરે છે પણ હજુ તેમની વચ્ચે પડદે હટતું નથી, | મુનિ રૂક્ષમણીને કહે છે મેં તમારી ધર્મશ્રદ્ધાના ઘણાં ગુણ સાંભળ્યા છે. આપ ધમની ખૂબ શ્રધ્ધાવાળા છે. કેઈના ડગાવ્યા ડગે તેમ નથી. તેમજ તમારી નગરીમાં કાયમ સાધુ સાવીને જેગ મળે છે. જે તેને દાન દીધા વિના જમવું પડે તે આઘાત લાગે છે. એવી મારી અને કૃષ્ણવાસુદેવની ભક્તિ છે. તારા ગુણેની પ્રશંસા સાંભળીને હું દૂર દૂર દેશથી આવે તપસ્વી આવ્યો છું છતાં તને વહેરાવવાનું મન થતું નથી. તેમાં તારા દોષ નથી પણ મારી અંતરાય છે. મુનિની વાત સાંભળીને રૂકમણી કહે છે. તે ઋષિશ્વર ! હમણાં હું રાત દિવસ ચિંતાથી ઝરી રહી છું. મને ખાધાપીધાનું પણ ભાન નથી. ચિંતામાં ને ચિંતામાં મારા રાત દિવસ પસાર થાય છે.
ઐસી આરત તુહે કૌનસી, ભાષા સકલ વિચાર,
સી કહે સુત આવેલા, શ્રી જિન કરી ઉચ્ચાર -શ્રોતા | મુનિરાજ કહે છે તું તે કૃષ્ણની પટ્ટરાણી કહેવાય. તને વળી આટલી બધી ચિંતા શેની ? ત્યારે રૂક્ષ્મણીએ કહ્યું કે મારા પુત્રનું જન્મ પછી છ દિવસમાં અપહરણ થયું છે. એ મારે નંદ સોળવર્ષ પછી મને મળશે તેવા સર્વજ્ઞ પ્રભુનાં વચન છે. આજે તેને સોળ વર્ષ પૂરાં થયાં છે. અને ભગવંતે કહ્યા પ્રમાણે બધાં નિશાને પણ થઈ ચૂક્યાં છે. આજે મારી ડાબી આંખ ને ડાબી ભૂજા ફરકે છે. મારો બગીચે લીલાછમ થઈ ગયે છે. મૂંગા માણસે બોલતાં થયા, કદરૂપા માણસે રૂપવંત બની ગયા, અંધા દેખતાં થયાં ને દુબુધ્ધિવાળા સદ્દબુધ્ધિવાળા બની ગયા છે. સૂકાં સરોવર પાણીથી છલકાઈ ગયા અને સારી દ્વારિકા નગરીનાં જનનાં મન આનંદથી નાચી ઉઠયા છે.
મહારાજ ! આ બધું થયું પણ મારો પુત્ર નથી આવ્યો તેથી મારું દિલ તૂટી ગયું છે. મારે આનંદ નષ્ટ થયે છે. હમણાં સત્યભામાના પુત્રના લગ્ન થશે ને મારું માથું મુંડાશે. મારું શું થશે? બહેન! એમાં શું થયું! મહારાજ! તમને લાગે. જ્યારે માથું મુંડાય પછી એવા અપમાનવાળા જીવન જીવવાથી શું ? આ કરતાં મરી જવું સારું. મુનિ કહે છે બહેન ! ધીરજ રાખ. ત્યારે રૂકમણી કહે છે મહારાજ ! તમે જ્ઞાની છે. આપ કહે ને કે મારે પુત્ર કયારે મળશે?
રૂમને આપેલો જવાબ : મુનિરાજે કહ્યું કે સાધુને કંઈ પણ વહરાવ્યા વિના લુખા હાથે પ્રશ્ન પૂછાય નહિ. અને પ્રશ્નનો ઉત્તર મળે તે ફળદાયી નીવડે નહિ. માટે તારા ઘરમાં જે. સૂઝતે આહાર હોય તે મને પહેલાં વહોરાવ પછી પ્રશ્નનો જવાબ આપું. ત્યારે રૂકમણીએ કહ્યું કે મહારાજ ! જ્યારથી મારા પુત્રનું