________________
શારદા પર
હે દેવાનુપ્રિય! તમે મલ્લીકુમારીનું આબેહુબ ચિત્ર કેવું દોર્યું હતું ? આ રીતે અદીનશત્રુ રાજાના વચન સાંભળીને તે ચિત્રકાર પુત્રે મલ્લીકુમારીનાં ચિત્રવાળું ફલકપાટીયું પિતાની કાખમાંથી બહાર કાઢયું અને અદીનશત્રુ રાજાની પાસે મૂકીને આ પ્રમાણે કહ્યું. તે સ્વામિન્ ! વિદેહ રાજવર કન્યા મલ્લીકુમારીના ફક્ત અંગુઠાને જોઈને તેમની આકૃતિ અને ચહેરાનો આછો ખ્યાલ આપતું ચિત્ર દેયુ છે. મેં તે માત્ર તેમનો અંગુઠા જે હતે. બાકી બધાં અંગે અનુમાનથી ચીતર્યા છે. એટલે તેમનું જે રૂપ છે તે આગળ આ કાંઈ નથી. વિદેહ રાજવર કન્યા મલ્લીકુમારીનું જે રૂપ છે તે આબેહુબ ચિત્ર બનાવવાનું કે દેવ-દાનવ, યક્ષ કે ગાંધર્વમાં સામર્થ્ય નથી, તે મારી તે તાકાત કયાંથી હોય?
આ રીતે ચિત્રકારના મુખેથી વાત સાંભળીને અદીનશત્રુ રાજાએ ચિત્રકારને પિતાના દેશમાં રહેવાની આજ્ઞા આપી દીધી. એટલે તે સુખપૂર્વક ત્યાં રહેવા લાગ્યા. મલીકુમારીનું અલૌકિક રૂપ સૌદર્ય જોઈને અદીનશત્રુ રાજાના મનમાં મલીકુમારી પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થયે. અહા ! જેનું ચિત્ર મારા ચિત્તને આકર્ષિત કરે છે ત્યારે તે સાક્ષાત કેવી હશે ! મારા અંતેઉરમાં જે આ મલ્લીકુમારી આવે તો કરડે તારા, ગ્રહ અને નક્ષત્રોની વચ્ચે જેમ શરદપૂર્ણિમાનો ચંદ્ર શેભી ઉઠે છે તેમ મારું અંતેઉર શોભી ઉઠે. આ વિચાર આવવાથી રાજાએ તરત દૂતને બોલાવ્યો ને કહ્યું કે તમે મિથિલા નગરીમાં જાઓ. ત્યાં કુંભક રાજાની પ્રભાવતી રાણીનાં ગર્ભથી જન્મ પામેલી મલીકુમારીની મારા માટે માંગણી કરવા જાઓ. અદીનશત્રુ રાજાની આજ્ઞા થવાથી હત રથમાં બેસીને મિથિલા નગરી તરફ જવા માટે હસ્તિનાપુરથી નીકળે. આ રીતે પાંચમા રાજાની વાત પૂરી થઈ. હવે છઠ્ઠો મિત્ર રાજા કેણ છે તે વાત શાસ્ત્રકાર કહે છે. "तेण कालेणं तेण समर्पण पंचाले जगवए कंपिल्लेपुरे नाम नयरे होत्था, तत्थण जियसत्तु णामं राया होत्था पंचालाहिवइ, तस्सण जियसेतुस्से धारिणी पामोक्ख
સ્ત્રી સદર યોદે દેથા” તે કાળ અને તે સમયે પંચાલ નામે દેશ હતું. જે અત્યારે પંજાબ નામે પ્રસિદ્ધ છે. તે દેશમાં કાંપિલ્યપુર નામે નગર હતું. તેમાં પંચાલ દેશના અધિપતિ જિતશત્રુ નામે રાજા રહેતાં હતાં. તે જિતશત્રુ રાજાના અંતેઉરમાં ધારિણી પ્રમુખ એક હજાર રાણીઓ હતી.
પૂર્વના પાંચ રાજાઓએ કેઈને કેઈ નિમિત્ત મળતાં મલલીકુમારીનાં રૂપ અને ગુણની પ્રશંસા સાંભળી અને તેમને તે મલીકુમારી પ્રત્યે આકર્ષણ થયું. તમે વિચાર કરે તે મલ્લીકુમારી કેવી હશે ? જેનામાં ગુણ હોય છે તેના પ્રત્યે સહજ રીતે માનવીને આકર્ષણ થાય છે. ગુણવાન મનુષ્યને કેઈને કહેવા જવું પડતું નથી કે તમે મારી પાસે આવે. ગુણે દૂત જેવાં છે. કહ્યું છે કે