________________
શાળા શિખર પાપ ભરાઈને બેઠું હતું. તેને ડંખ તેમના અંતરમાં ખૂઆ કરતું હતું. તે સમજતા હતા કે માનવી બધેથી છૂટી શકે છે પણ મૃત્યુ અને પાપથી છૂટી શક્ત નથી. તેથી તેમને પિતાના પાપને ડંખ ખેંચ્યા કરતું હતું. એમને એમ થતું કે મારી વાતને ગુપ્ત રાખે તેવા કેઈ સંત મળી જાય તે પાપનું પ્રાયશ્ચિત કરી લઉં. આમ કરતાં કુદરતે કઈ સારા વિદ્વાન અને પવિત્ર સંત પધાર્યા. શેઠ તેમના પરિચયમાં આવવા લાગ્યા. અને ખૂબ ધમીઠને પવિત્રતાને ડોળ બતાવવા લાગ્યા. સામાને એમ લાગે કે શેઠ ખૂબ પવિત્ર છે.
એક વખત શેઠ એકાંતમાં સંત પાસે ગયા. સંતને વંદન નમસ્કાર કરી કહે. ગુરૂદેવ! મારે એક પ્રાયશ્ચિત લેવું છે. સંત કહે ભાઈ! તમને એવું શું પ્રાયશ્ચિત છે? ગુરૂદેવ ! પ્રાયશ્ચિત તે સામાન્ય છે. મને પાપને ડર બહ છે. અને આપ ખૂબ ગંભીર સાગર જેવા છે. આપ જેવા ગંભીર આચાર્ય પાસેથી પ્રાયશ્ચિત લેવાથી મારે અંતરાત્મા શુદ્ધ બનશે. સંત કહે પ્રાયશ્ચિત આપવું તે મહાન આચાર્યનું કામ છે. હું હજુ નાનું છું. શેઠ કહેના, ગુરૂદેવ ! મારે મન તે આપ ભગવાન છે. આપ જ મને પ્રાયશ્ચિત આપે. શેઠના અતિ આગ્રહથી ગુરૂએ કહ્યું. ભલે, બેલ. ગુરૂદેવ ! મારે એક મિત્ર હતા. તે ખૂબ ભદ્રિક, સરળ ને સજજન હતું. એકાએક તેને માંદગી આવી ગઈ ને પિતાને લાગ્યું કે હવે જીવીશ નહિ. તેથી તેણે મને પચ્ચીસ હજાર રૂ. આપ્યા ને કહ્યું કે મારે દીકરે માને છે. પત્ની અને બાળકને તરફડતા મૂકી હું આ દુનિયા છેડી જાઉં છું. તમે મારા જાનજીગર મિત્ર છે. મને તમારા પર પૂરે વિશ્વાસ છે. માટે તમે આ રૂપિયા સંભાળ ને દર મહિને તેનું વ્યાજ આ મા દીકરાને ખાવા માટે આપજે. અને જ્યારે દીકરે ૧૮ વર્ષને થાય ત્યારે મૂળ મુડી પાછી આપજે. આટલી વાત કરતાં તે શેઠ ફાની દુનિયા છેડીને ચાલ્યા ગયા. હવે ગુરૂદેવ! તે રૂપિયા તે મારી પાસે રહ્યા. તેની પત્ની અને બાળક કાળા કલ્પાંતે ગૂરતા રહ્યા. બે ચાર મહિના ઘરમાં પડેલું ખાધું. છેવટે મારી પાસે આવ્યા ને કહેવા લાગ્યા. તમારા મિત્રે તમને કંઈપણું આપ્યું હોય તે અમને આજીવિકા માટે આપ પણ કહેવત અનુસાર “દેખે પિીળું ને મન થાય શીળું”. એ પ્રમાણે મારી દાનત બગડતાં મેં એક પૈસે પણ ન આપે કે વ્યાજ પણ ન આપ્યું. હું નજરે જેતે હતું કે કાળી મજુરી કરી મા-દીકરો અને બહેન પોતાનું પેટ ભરે છે. ઘણીવાર એવા પ્રસંગે પણ જેતે કે બબ્બે દિવસ ખાધા વગરના ભૂખ્યા રહેતા.
આ દશ્ય જોતાં કંઈકના હૃદય પીગળી જાય પણ મારી બુદ્ધિ સુધરી નહીં. છેવટમાં છોકરે ૧૮ વર્ષને થાય છે. તે નેકરીએ લાગે છે. નામા શીખે છે અને પિતાના બાપના જુના ચોપડા તપાસે છે. તેમાં મને આપેલા રૂ. પચીસ હજાર