________________
૮૪૮
શારદા શિખર બધું વ્યર્થ છે. જેમ તિજોરી મજબૂત ને સુંદર હોય, પણ ધન ના હોય તે તેની કિંમત નથી. તેની કિંમત ક્યારે ? અંદર માલ મિલકત હોય છે. તેમ માનવજીવનની કિંમત કયારે? શુદ્ધ આચરણ હોય છે. જે મનુષ્ય પોતાની ઈન્દ્રિઓ અને મન ઉપર સંયમ નથી રાખતે તેનું આચરણ શુધ્ધ હોતું નથી. આપણાં જૈન દર્શનમાં ત્રણ પ્રકારનાં પેગ બતાવ્યાં છે. મનગ, વચન અને કાયયેગ. મગનું કામ છે ચિંતન કરવું અગર વિચાર કરે. પછી મનુષ્ય ઉત્તમ વિચાર કરે કે અધમ વિચાર કરે. અગર કયા કાર્યને કઈ રીતે કરવું તે મન દ્વારા કરી શકાય છે. મન દ્વારા કઈ પણ કાર્ય કરવાનો નિશ્ચય કે વિચાર કર્યો તે વિચારને વાણુ દ્વારા બેલી શકાય છે. જે મનમાં કેઈ વિચાર ન આવે તે વાણી દ્વારા તે બેલી શકાતું નથી. કારણ કે વાણીમાં વિચાર કરવાની શક્તિ નથી. માત્ર ઉચ્ચારણ કરવાની શક્તિ હોય છે.
વિચાર, ઉચ્ચાર અને આચાર આ ત્રણે શબ્દો ચર ધાતુ ઉપરથી બનેલા છે. ચર એટલે ચાલવું. મનમાં વિચાર આવ્યો કે મારે આ કાર્ય કરવું છે તે વચન દ્વારા બેલાય છે કે મારે આ કાર્ય કરવું છે. ત્યાર પછી તે કાર્ય કરાય છે એટલે તે આચરણમાં આવે છે. માટે જ્ઞાની કહે છે કે જ્યાં સુધી વિચાર આચરણમાં આવત નથી ત્યાં સુધી તેનું કાર્ય થતું નથી. મહાભારતમાં પણ આચારની મહત્તા બતાવતાં
आचार लक्षणो धर्मः, सन्तश्चारित्र लक्षणा।
साधूनां च यथावृत्त, मेतदायार लक्षणं ॥ ધર્મનું સ્વરૂપ આચાર છે. સદાચારથી યુક્ત પુરૂષ સંત છે. અને તેને જે જીવનક્રમ છે તે આચાર છે. સદાચારથી જીવન શેભે છે. કારણ કે સદાચાર સેનું છે ને દુરાચાર કથીર છે. સદાચાર સ્વર્ગનું દ્વાર છે ને દુરાચાર નરકનું દ્વાર છે. સદાચાર સુખને ખજાને છે કે દુરાચાર દુઃખને પહાડ છે. સદાચાર એ માનવજીવનને શણગાર છે ને દુરાચાર એ સદાચારને બાળી નાંખનાર અંગારો છે. સદાચાર સાચી શ્રીમંતાઈ છે ને દુરાચાર દરિદ્રતા છે. સદાચાર એ સાચું ભૂષણ છે ને દુરાચાર એ મોટું દૂષણ છે. સદાચાર એ સાચી વિદ્વતા છે ને દુરાચાર એકલી મૂર્ખતા છે. સદાચાર એ સારો મિત્ર છે ને દુરાચાર કટ્ટો શત્રુ છે. સદાચાર વિનાનું જીવન વિટામીન વિનાના ભજન જેવું છે. આટલા માટે ભગવંતે શાસ્ત્રમાં આચારનું મહત્વ બતાવ્યું છે. જીવનમાં દાન, વ્રત, નિયમ, તપ આદિ અનેક હોવા છતાં જે આચાર શુધ્ધ ન હોય તે શ્રેય થઈ શકતું નથી.
હું તમને એક ન્યાય આપીને સમજાવું. જેમ કેઈ માણસે સુંદર ભવ્ય મકાન બંધાવ્યું. તેને દરવાજા, બારી-બારણાં, દિવાલ, કબાટ બધું બનાવ્યું, મેટું કંપાઉન્ડ