________________
શારદા પર લઈને આવે છે. તારું મોટું પણ વાંદરા જેવું બિહામણું દેખાય છે. અને તારી બુધ્ધિ પણ ભ્રષ્ટ થઈ ગઈ લાગે છે. તને એટલી પણ ખબર નથી કે આ તે કૃષ્ણ મહારાજાની અત્યંત પ્રિય પટ્ટરાણી સત્યભામાદેવીનું આ વન છે. આ વનમાં પ્રવેશ કરે પણ તારા માટે દુર્લભ છે. તે તેનાં ફળ તને ક્યાંથી મળે ? ત્યારે મદનકુમારે કહ્યું કે ગમે તેમ તે ય તમે સ્ત્રીનાં સેવક છે ને એટલે તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ લાગે છે. છતાં ફરીને તમને કહું છું કે તમે મારી એક વાત સાંભળો. આ મારો વાનર ખૂબ સુંદર ખેલ કરે છે પણ એને ભૂખ લાગી છે. જો તમે આ વનમાં ફળ ખાવા આપશે તે તે ખાઈને પુષ્ટ બનશે અને બજારમાં ખેલ કરીને ધન કમાઈશ તે તેમાંથી તમને ઈનામ આપીશ. પણ કઈ એ ફળ આપ્યું નહિ. ત્યારે કહ્યું કે તમે લોકો ખૂબ કઠેર હદયનાં છે. મારા ભૂખ્યા વાંદરાને એક પણ ફળ આપતાં નથી. તે હવે તમે જોઈ લો કે વૃક્ષ ઉપર ચઢીને તે ઘણાં ફળો ખાઈ જશે. આમ કહીને વિદ્યાથી વિક્રોવેલા વાનરને છોડી મૂકે. જેવો વાનર વનમાં ગયો તેવા વનરક્ષકે તેને મારવા દોડયા. ત્યાં તે વિદ્યાના બળથી હજારે વાનરે ત્યાં એકઠાં થઈ ગયા. અને સત્યભામાના વનને લંકાના વનની માફક ખેદાન મેદાન કરી નાંખ્યું. ત્યાર પછી પિતાનું ચાંડાળનું રૂપ છોડીને પાછા નગરમાં ઘૂમવા લાગે.
“ભાનુકમારના વિવાહમાં વિદન” દ્વારિકા નગરીના બીજા દરવાજામાં પ્રદ્યુમ્નકુમારે પ્રવેશ કર્યો. એણે ત્યાં એક સોનાને રથ જોયે. રથમાં બેસીને સ્ત્રીઓ મંગલ ગીત ગાઈ રહી હતી. રથ ઉપર ધ્વજ ફરકતી હતી. કેટલીક સ્ત્રીએ રત્નજડિત મંગલ કળશ માથે લઈને રથની સાથે ચાલતી હતી. આ જોઈને પ્રદ્યુમ્નકમારે પિતાની વિદ્યાને પૂછયું કે વિદ્યાદેવી! આ કેને રથ જાય છે ? ત્યારે વિદ્યાએ કહ્યું કે સત્યભામાના પુત્ર ભાનુકુમારનાં લગ્ન છે. એટલે આ સ્ત્રીઓ કુંભારને ઘેર ચાક વધાવવા માટે ઉત્સાહપૂર્વક જઈ રહ્યા છે. ભાનુકુમારના વિવાહની વાત સાંભળીને પ્રદ્યુમ્નના મનમાં થયું કે ઠીક ત્યારે વિવાહમાં વિદન કરું. તે જરા સત્યભામાને આનંદ આવશે. લાવ, ત્યારે જરા મજાક કરું. એમ વિચાર કરીને પ્રદ્યુમ્નકુમારે બેડેન રૂપ ધારણ કર્યું. અને એક માયાવી રથ બનાવી એક બાજુ ઉંટ અને બીજી બાજુ ગધેડે જેડ અને તે રથ હાંકવા લાગ્યા. આ જોઈને લેક બેલવા લાગ્યાં કે જુઓ તે ખરા ! આ કઈ જાતને રથ છે? ને એને હાંકનારે પણ કે બુદધુ છે. આમ કહીને તેની થેકડી ઉડાવવા લાગ્યા. આ તે પેલે રથ આવે છે તેની સામે તેને બેડોળ રથ લઈને ગયે. ત્યારે લેકે બોલવા લાગ્યા કે જુઓ તે ખરા, જ્યાં આ સુવર્ણને રથ અને કયાં આ બેડળ ભાંગે તૂટયે રથ! શું જોઈને આ રથ સામે જતું હશે ? એ સામે ગયે એટલે રાજાના માણસો કહે છે કે અલ્યા તારે રથ બાજુમાં લઈ જા ને સત્યભામાને રથ જવા દે.