________________
શારદા શિખર કરવાનું છે. પિલે બગીચે દેહનો થાક ઉતારશે પણ અનંતકાળથી આત્માભવમાં ભમીને થાય છે તેને થાક ઉતારવા કયા બગીચામાં જવું પડશે તે જાણે છે ?
ધમ્મા રામે ચરે ભિકખૂ, ધિમ ધમ્મ સારહી, ધમ્મા રામે રએ દત્તે, બંભે ચેર સમાહએ તે ઉત્ત, સૂઅ. ૧૬ ગાથા ૧૫
વીતરાગના સંતે ધર્મરૂપી બગીચામાં વિચરે છે. ધર્મરૂપ બાગમાં રમણતા કરનાર, ધર્મરથના સારથી, ધૈર્યવાન, ઈન્દ્રિઓને દમનાર, અને બ્રહ્મચર્ય સમાધિનો ધારક સાધુ હંમેશા ધર્મરૂપી બગીચામાં વિચરે. આ સુંદર વીતરાગ ધર્મરૂપી બગીચે છે. આ બગીચામાં ફરવા માટે તમે આવશે તે તમારા જીવનનું ઘડતર એવું સુંદર થશે કે આત્મભાવમાં સ્થિર રહેવાનું મન થશે. કેઈની નિંદા કરવાનું કે કેઈના દુર્ગણ જોવાનું તમને મન નહિ થાય. કારણ કે આત્મા સવળાઈમાં આવી ગયું છે. તે સર્વત્ર ગુણ દેખે છે. દુઃખમાંથી પણ સુખ શોધે છે ને અવળાઈમાં રહેલે આત્મા ગુણમાં પણ અવગુણનું દર્શન કરે છે.
એક વખત એક ખેડૂત કૂવાના કાંઠે કેશ દ્વારા પાણી કાઢીને તેના બળદને પાણી પીવડાવીને થોડીવાર વિશ્રામ લેવા બેઠા હતા. સાથે તેને યુવાન દીકરે પણ બેઠે હતે. તે સમયે એક માણસ હાંફળા ફાંફળો દેડતે ત્યાં આવ્યું. પેલા ખેડૂતને કહે છે ભાઈ! હું ખૂબ તરસ્ય છું અને પાણી પીવડાવે ને ! ખેડૂતે પાણી પીવડાવ્યું એટલે પેલો માણસ પૂછે છે ભાઈ! તમારું ગામ કેવું છે? ત્યારે ખેડૂત કહે છે તમે કયા હેતુથી પૂછો છે ? ને ઉતાવળા ક્યાં જઈ રહ્યા છો? ત્યારે આવનાર માણસ કહે છે ભાઈ! શું વાત કરું? મારા ગામમાં એક પણ માણસ સાર નથી. આખા ગામના માણસો ખરાબ છે. એટલે તેમને સંગ છોડી ભાગી છૂટ છું. એટલે પૂછું છું કે તમારું ગામ કેવું છે? જે સારું હોય તે રહેવા માટે પૂછું છું. ત્યારે ખેડૂત કહે છે ભાઈ ! અમારું ગામ તમારા ગામ કરતાં પણ ખરાબ છે. તમને અહીં નહીં ફાવે. એટલે પેલે તે ચાલતો થયે. પણ પિતાના આવા જવાબથી બાજુમાં બેઠેલા યુવાન છોકરાનું લેહી ઉકળી ગયું. અહો ! મારા પિતા કેવા છે? અમારું ગામ કેવું પવિત્ર છે. ગામમાં કઈ ચાર નથી, વ્યભિચારી નથી, કોઈ કેઈની નિંદા કરતું નથી. કેઈ દગા પ્રપંચ કરતું નથી. કેઈ જુગારી નથી. કોઈ દારૂ પીતું નથી. બધા એકબીજા સાથે ભાઈ-ભાઈની માફક હળીમળીને રહે છે છતાં ગામના આવા અવગુણ બોલે ? ધારીયું લઈને બાપને મારી નાંખ્યું ? એમ મનમાં વિચાર આવે છે ત્યાં બીજે માણસ આવ્યો. તેને પાણી માંગ્યું ને પેલાની માફક ખેડૂતે પાણી પાયું. પાણી પીવડાવીને ખેડૂત પૂછે છે ભાઈ! તમે કયાં જઈ રહ્યા છો ? તે કહે ભાઈ! અમારું ગામ ખૂબ પવિત્ર છે. ગામમાં બધા સજજન અને સદ્ગુણી આત્માઓ વસે છે. આખા ગામમાં માત્ર હું એકલો