________________
૮૩૨
શારદા હિખણ આપી હતી. તે ગોદડીને આ છોકરો ઓશીકા તરીકે વાપરતો હતે. એ તેને યાદ આવ્યું એટલે તેના મનમાં અફસોસ થવા લાગ્યો કે હજુ મારી માતાની યાદ પણ ભલાઈ નથી. એના સનેહની સરવાણી સૂકાણ નથી. ત્યાં તું એને આપેલું વચન ભૂલી ગયે ? માતાની આજ્ઞા ઉપર પગ મૂક? મારાથી માતાની આજ્ઞાનું ઉલ્લંઘન નહિ થાય. એ ચોરે હજુ નજીકમાં હશે. જલદી તેમની પાસે પહોંચીને તેમની માફી માંગી લઉં. - વિદ્યાથી એની પાછળ દે. અને ભાઈઓ ! ઉભા રહે. એમ જોરથી બૂમ પાડવા લાગ્યા. આ સાંભળીને ચારે થંભી ગયા કે આ વગડામાં આપણને ભાઈ કહીને બોલાવનાર કેણ નીકળે ? સહેજ પાછું વાળીને જોયું ત્યાં દૂરથી છોકરાને દેડો આવતે છે. ત્યારે ચોરેના મનમાં થયું કે આપણે તેનું બધું લૂંટી લીધું છે. એટલે હવે તેને કેઈ સાથીદાર મળી ગયું લાગે છે એટલે આપણને પકડવા માટે આ યુકિત રચી લાગે છે. આમ સમજી ચોરો મુઠ્ઠી વાળીને નાઠાં. આગળ ચોરે અને પાછળ વિદ્યાર્થી બિચારે બૂમ પાડતો જાય છે કે ભાઈ ! જરા ઉભા રહે. મારે તમને કંઈક આપવું છે. આ લેકે ઘણું દૂર નીકળી ગયા. પછી ચોરેએ પાછું વાળીને જોયું તે એકલા બાળકને જે. એટલે તે ઉભા રહ્યા, ને પૂછયું–કેમ તું શા માટે અમારી પાછળ- દેડીને આવ્યો? વિદ્યાર્થીએ કહ્યું કે તમે મને પૂછયું હતું કે હવે તારી પાસે કંઈ છે? તે વખતે મેં ના કહી તે મારી ભૂલ છે. મારી માતાએ મને આ નાનકડી ગોદડીમાં ૪૦ સોનામહોરો મને સીવીને આપી છે.
“માતાના વચન પાળવામાં બતાવેલી વફાદારી* : વિદ્યાથીની વાત સાંભળીને ચોરે આશ્ચર્યચકિત બની ગયા. અરે છોકરા ! તું સામેથી અમને ૪૦ સેનામહોર આપવા આવ્યા છે? તારા જે માણસ અમે અત્યાર સુધીમાં જો નથી. ત્યારે તેણે કહ્યું છે કે હું જ્યારે ઘેરથી ભણવા જવા માટે નીકળે ત્યારે મારી માતાએ કહ્યું છે કે તું કદી અસત્ય બેલીશ નહિ. તે વિચાર કરે. મારી માતાનાં વચન કરતાં સોનામહોરે વિશેષ છે? સોનામહોર આપતાં પણ જે મારી માતાના વચનનું પાલન થાય તે મારે મન તે હજાર સોનામહોરો કરતાં પણ માટે લાભ છે. વિદ્યાર્થીની વાત સાંભળી ચોરે ચિંતવવા લાગ્યાં કે અહે !જેને માટે દુનિયા વલખાં મારે છે જેના ચળકાટમાં માનવ અંજાઈ જાય છે, જેને લેવા માટે અંધારી રાત્રે જીવનનું જોખમ ખેડીને બહાર નીકળીએ છીએ ને આવા નિર્દોષ માણને લૂંટીએ છીએ એવી સોનામહોર આ છ કરો માતાના વચન ખાતર લટાવી દે છે.