________________
૨૮
- શારદા શિખર ઉપર વેરાઈ ગયું. અને તે અનાજ યુદ્ધ કરનારા માણસોનાં પગનાં પ્રહારથી દબાઈ ગયા. વિચાર કરે. કેટલું મોટું તેમનું સૈન્ય હશે ! સૌ મરણનાં ડરથી ભાગી ગયા પણ ઉદધિકુમારી તે ત્યાંની ત્યાં રથમાં રહી ગઈ. એને સાચવવા કેઈ રહ્યું નહિ. એટલે તે તકને લાભ લઈ ભીલ ઉદધિકુમારીને ત્યાંથી ઉપાડીને તે પોતાના વિમાનમાં લઈ ગયો ને નારદજીને કહ્યું. જુઓ, કન્યાને લઈ આવ્યો. તેણે નારદજીની પાસે કન્યાને બેસાડી દીધી.
કન્યા તે ભીલને જોઈને વાઘથી ગાય ડરે તેમ ડરવા લાગીને થરથર ધ્રુજવા લાગી. અરેરે.... આ ભીલડા સાથે કેમ રહેવાશે ? એ ખૂબ રડવા લાગી. તેણે રડતાં રડતાં નારદજીને કહ્યું મહારાજ. મેં પૂર્વ ભવમાં શું પાપ કર્યા હશે કે આ ભીલડે મને ઉઠાવી લા ! અને આપ પણ આવા સંતપુરૂષ થઈને આ ભીલડાને વિમાનમાં કેમ બેસાડયો છે? તમે પણ એના સાથીદાર લાગો છે ? અરેરે..... હું ક્યાં દુર્યોધન રાજાની કુંવરી અને જ્યાં આ ભીલ! મારા પિતાજીએ મને રૂકમણીના પુત્ર સાથે પરણાવવાનું નક્કી કર્યું હતું. પણ જન્મ લેતાં કોઈ અસુર તેમને ઉપાડી ગયે. ખૂબ તપાસ કરાવી તે પણ તેમને પત્તો ન લાગ્યો ત્યારે કૃષ્ણ મહારાજાની પ્રથમ પટ્ટરાણી સત્યભામાના પુત્ર સાથે મારા લગ્ન કરવા માટે અમે ધામધૂમથી જઈ રહ્યા હતાં. પણ રસ્તામાં આ તોફાન ઉભું થયું. સૌ પિતા પોતાના જીવ બચાવવા ભાગી ગયા ને હું એકલી ભીલડાના હાથમાં ઝડપાઈ ગઈ. હવે મારું શું થશે ? એમ કહી તેના માતા-પિતા, કાકા, ભાઈએ બધાનાં નામ લઈને રડવા લાગી. એટલે નારદજીને તેની ખૂબ દયા આવી, અને તેને સમજાવીને શાંત કરી.
ઉદધિકુમારીએ નારદજીને પૂછયું. આ દુષ્ટ ભીલને આવું સુંદર વિમાન ક્યાંથી મળ્યું ? અને આ ગગનગામી વિધા તેને કયાંથી પ્રાપ્ત થઈ? શું આ કેઈ દેવ છે કે વિદ્યાધર છે? આપને આની સાથે મેળાપ ક્યાંથી થયો? અથવા તે શું એ તમને મારી માફક કયાંયથી ઉઠાવી લાવ્યા છે ? મને સત્ય કહે. નહિતર હું મરી જઈશ. કુંવરીના વચન સાંભળી નારદજીએ હસતાં હસતાં કહ્યું દીકરી ! હવે તું ખેદ શા માટે કરે છે? તારા પિતાએ સૌથી પહેલાં તને જેને આપી હતી તે આ અત્યંત પ્રતાપી રૂકમણીને પુત્ર પ્રદ્યુમ્નકુમાર છે. તારા સદ્ભાગ્યે તને તેનું મિલન થયું છે. ત્યારે કુંવરી બેલી. મુનીશ્વર ! આપ જેવા પવિત્ર પુરૂષ થઈને મને શા માટે છેતરે છે? એ તે રાજકુમાર છે ને આ તે કાળી શાહી જે ભીલ છે.
નારદજીએ કહ્યું તને ખબર નથી કે સૂર્ય વાદળમાં ઢંકાયેલા હોવા છતાં શું તેને તેજ પ્રકાશ નથી ફેલાવતો? આમ કહી પ્રદ્યુમ્નકુમારને કહ્યું. તારું અસલ રૂપ પ્રગટ કર. નારદજીના આદેશથી પ્રધુમ્નકુમારે પિતાનું સાચું રૂપ પ્રગટ કર્યું".