________________
શારદા શિખર
૮૨ - જેણે સંત સમાગમ કર્યો છે, જડ ચૈતન્યની વહેંચણી કરી છે અને આત્માની અનંત શકિતને જેને ખ્યાલ આવે છે તેને આત્માની ચિંતા થાય છે. કારણ કે તે સમજે છે કે ધન, માલ મિલકત, કુટુંબ પરિવાર આ બધું મને અંતિમ સમયે ત્રાણુ શરણ થનાર નથી. ગરીબ, શ્રીમંત, બાળક, વૃધ્ધ, યુવાન, સ્ત્રી કે પુરૂષ સર્વેને એક દિવસ તે આ બધું છોડીને જવાનું છે. સાથે તે પાપ, પુણ્ય અને શુભાશુભ કર્મ સિવાય કંઈ આવવાનું નથી. જીવન અવિરતપણે ચાલ્યું જાય છે. જે યુવાનીમાં ખૂબ કાળજીપૂર્વક શરીરનું જતન કરવામાં આવે છે તે યુવાની પણ પાણીના પુરની જેમ વેગે વહી જાય છે. ઘડપણમાં શરીરની શક્તિઓ ક્ષીણ થઈ જાય છે.
શરીરરૂપી કેડીની બહ સંભાળ લીધી પણ રન જેવા આત્માને ભૂલી ગયા. પણ દેહને રંગ જોતજોતામાં પલ્ટાઈ જશે. આવા ક્ષણભંગુર શરીર માટે શાશ્વત આત્માને ભૂલી ગયાં છે. જ્ઞાની કહે છે કે મકાનની માવજતમાં માલિકને ન વિસારે. દેહનાં રખોપામાં દેહીને ન ભૂલે. આત્માની પીછાણ મનુષ્યભવ સિવાય બીજે ક્યાંય નહિ થાય. આ અવસર ચૂક્યા તે પછી પસ્તા થશે. માટે તમે શરીરની, જડ પદાર્થોની અને વિષયોની મમતા છોડી દો. પદુગલિક પદાર્થો પ્રત્યેની આસક્તિ એ કર્મનું બંધન છે. અને વિષય પ્રત્યેની વિરક્તિ એ મેક્ષનું કારણ છે. ચક્રવતિઓએ છ ખંડનું રાજ્ય તણખલા તુલ્ય ગણીને છેડયું અને સમતાનું સિંહાસન મેળવી લીધું. ચારિત્રની મઝા એવી છે કે અંતરાત્મામાં આનંદની લહેર આવે, મસ્તી આવે, પછી એ મસ્તી આગળ સંસારનાં બધા સુખો તુચ્છ લાગે. ત્યાગ સહેજે આવી જાય. ગમે તેવી સુંદર વસ્તુ સામે આવીને ઉભી રહે તે પણ મમતા થાય નહીં. ત્યાગીએ એને છોડે તે એમ કહે કે મેં તુચ્છને છોડ્યું અને પરમને મેળવ્યું. અક્ષય સુખનું અને પરમ સુખનું કારણ ત્યાગ-ચારિત્ર છે.
બંધુઓ ! જ્ઞાન અને ચારિત્રથી આત્મામાં વિવેક આવે છે. તેથી એ સમજે છે કે હું તે આત્મા છું. જે દેહમાં વસું છું તે દેહને દુઃખ આવે છે. તે દુઃખ બીજું કઈ આપતું નથી પણ દુઃખ આપનાર મારા પિતાનાં કર્મો છે. માટે મારે પહેલાં કર્મો હણવાં છે. જેમ પગમાં કાંટે વાગે ને કાંટે ન નીકળે ત્યાં સુધી વેદના થાય છે. તેમ કર્મો આત્માની સાથે લાગેલાં છે. ત્યાં સુધી વેદના આવવાની છે. હું આત્મા છું એવી પ્રતીતિ થયા પછી પૂર્ણ બનવા માટે જે કંઈ ક્રિયાઓ થાય છે તેમાં આનંદ આવે છે. આત્માના સ્વરૂપને સમજ્યા પછી ધર્મક્રિયા કરવામાં રૂચી જાગે છે. સમ્યગૃષ્ટિ આત્મા સંસારની જે ક્રિયા કરે છે તે ધાવમાતાની જેમ કરે છે.
અજ્ઞાનીને દેહ માટે મૂછ છે, મૂછ છે ત્યાં ભય છે. આત્મભાવમાં અને દેહભાવમાં શું ફરક છે ? જેને દેહ તરફને ભાવ છે એ બીકણ હોય છે. હું મરી જઈશ, મારું