________________
શારા ખિ ગયા. અહો ! આવા વિષમ સ્થાનમાંથી આવી મોટી શીલા નીચેથી કાઢીને મને જેમણે બચાવ્યો, મને ઉછેર્યો તે માતા પિતાને ઉપકાર કેમ ભૂલાય?
માતા પિતા યાદ આવતાં આંખમાં આંસુ” : કાલસંવર રાજા અને કનકમાલા યાદ આવતાં તેની આંખમાં આંસુ આવી ગયા. સજજન પુરૂષો ઉપકારીને ઉપકાર કદી ભૂલતાં નથી. તેને રડતે જોઈ નારદજીએ કહ્યું–આ પરાક્રમી, મજબૂત વિમાનને તણખલાની જેમ તેડી નાંખનારે, અને મારા જેવાને ચપટીમાં ઉડાવનારે તું રડે તે સારું કહેવાય? ત્યારે પ્રધુને કહ્યું કે હું કઈ કાયરતાથી રડતે નથી. મને તે મારા માતા-પિતા યાદ આવ્યા છે. ત્યારે કહે છે હવે તારા માતા પિતા જલદી મળશે. પ્રધુને કહ્યું. એ તે હવે મળવાના છે પણ જેમણે મને છ દિવસને ઉછેરીને સોળ વર્ષનો કર્યો એ હવે મને મળવાનાં છે? એને તે હું કદી નહિ ભૂલું. આમ વાતચીત કરતાં વિમાન આગળ ચાલે છે. માર્ગમાં અનેક પ્રકારનાં પક્ષીઓ બતાવ્યાં. કયાંક વાનરીઓ પોતાના બચ્ચાને કેટે વળગાડી એક વૃક્ષ ઉપરથી બીજા વૃક્ષ ઉપર કૂદી રહી છે. તે જોઈ પ્રદ્યુમ્ન પૂછયું કે હે ઋષિશ્વર ! આ શું કહેવાય ? ત્યારે કહે છે કે આ વાંદરીઓ કહેવાય. ત્યારે ફરીને પૂછ્યું. આ કેટે શું વળગાડયું છે? ત્યારે નારદે કહ્યું–એના બચ્ચાં છે. એને એનું બચ્ચું ઘણું વહાલું છે. તેનાથી અધિક તું તારી માતા રૂક્ષમણીને વહાલો છે. આગળ જતાં સિંહ, વાઘ, હાથી આદિ જંગલી પશુઓ જોયાં, અને ગંગા, યમુના, નર્મદા, વિગેરે પવિત્ર નદીઓનાં નારદજીએ તેને દર્શન કરાવ્યા. આમ આગળ વધતાં મધ્યપ્રદેશમાં આવ્યાં. તે માર્ગમાં પ્રદ્યુમ્નકુમારે એક મોટી સેના જતી જોઈ. તેમાં હાથી, ઘોડા, રથ, પાયદળ આદિ મોટું સૈન્ય છે. રાજાઓ અને રાજકુમારે છે. મંગલ વાજા વાગી રહ્યાં છે. આ બધું જોઈને આશ્ચર્યચકિત બનેલા પ્રધુને નારદજીને પૂછયું- મહારાજ ! આ બધું શું છે? આ બધા લોકો ક્યાં જઈ રહ્યાં છે? હું તે વિઘાઘરના ભેગે રહ્યો છું ને ત્યાં જ મેટે થયે છું એટલે મેં તે ત્યાં આવું કંઈ જોયું નથી. તે આપ કૃપા કરીને મને કહે. ત્યારે નારદજીએ કહ્યું કે “જેને માટે ઉતાવળ કરીને તમને અહીં લાવવામાં આવ્યા છે તે આ સેન છે.” આ સેનાને સ્વામી મહાબળવાન દુર્યોધન રાજા છે.
નારદજીએ પ્રધનકુમારને ભૂતકાળની કરેલી વાત - ગજપુરના દુર્યોધન રાજાને અત્યંત સુંદર ઉદધિકુમારી નામની પુત્રી છે. તેનું સૌંદર્ય જોઈને દેવાંગનાઓ પણુ શરમાઈ જાય છે. જેણે પિતાનાં રૂપથી રંભાને, મુખથી પૂર્ણિમાના ચંદ્રને, તેમજ લાવણ્યથી સમુદ્રને જીતી લીધા છે એવી તેની પુત્રી છે. હવે આ બાબતમાં રહસ્ય શું છે તે તને કહું છું તે તું સાંભળ.