SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ શારદા શિખર તળી નાંખીશ. રાજા શ્રેણીકે સનીને છેટે વૈરાગી મા એટલે આ શબ્દ બોલ્યા. બાકી સાચા વૈરાગીને આ શબ્દ ન કહે. સાચા વૈરાગીને દેખે ત્યાં એનું હૈયું હરખાઈ જાય ને તેના ચરણમાં શીર ઝૂકી જાય. જીવને વૈરાગ્ય ત્રણ પ્રકારે આવે છે. વૈરાગ્ય એટલે વિષય કષાય તરફની અરુચી પછી તે અરૂચી જ્ઞાનથી થઈ હોય તે તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહેવાય. દુઃખના કારણે આવે તે દુઃખ ગર્ભિત વૈરાગ્ય કહેવાય અને મેહના કારણે આવે છે તે મહગર્ભિત વૈરાગ્ય કહેવાય. જેને જીવ અને કર્મ એ બંનેની શ્રદ્ધા છે અને જેમને એ ખ્યાલ છે કે કર્મથી આ જીવ બંધાયેલ છે. સંસાર એ કર્મબંધનનું કારણ છે. માટે જે સંસારથી છૂટું તે નવા કર્મો બંધાતા અટકે અને તપ દ્વારા જુના કર્મો ખપે. આવી ભાવનાથી જે સંસાર તરફ ધૃણાની નજરથી જુએ છે તેનું નામ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય. આજે કઈ માણસ સામાન્ય સ્થિતિને હોય તે જે દીક્ષા લે તે લેકે કહે છે કે એને દુઃખ હતું એટલે દીક્ષા લીધી. માટે દુઃખગર્ભિત વૈરાગ્ય છે. પણ દુઃખગર્ભિત વૈરાગ્ય કેને કહેવાય તે કહેનારને ખબર નથી. જ્ઞાની કહે છે કે જેમ કેઈ બહેનને એકનો એક યુવાન દીકરે ગુજરી જાય તે વખતે માતાને ખાવા પીવામાં કે પહેરવાઓઢવામાં ને હરવા ફરવામાં મન નથી. આ વૈરાગ્ય થયે ને ! આ કયે વૈરાગ્ય ? દીકરે મરી ગયે તેના દુઃખને. આવી રીતે કઈ બહેનને પતિ ગુજરી જાય છે તેનું મન પણ સંસાર ઉપરથી ઉઠી જાય છે. આવા વૈરાગ્યને દુઃખગર્ભિત વૈરાગ્ય કહેવાય. ભલે મેહગર્ભિત કે દુઃખગર્ભિત વૈરાગ્ય હોય પણ પછી જીવ સમજણના ઘરમાં આવે ત્યારે તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય બની જાય છે. માત સન્મુખ દેખી બનાવટી સાધુમાંથી સાચે સાધુ બની ગયો” સેનીને વૈરાગ્ય ભયના કારણે હતે. ભયમાંથી મુકત થાઉં પછી વેશ ઉતારી નાંખીશ. એવા ભાવ હતા. પણ શ્રેણીક રાજાના પડકારથી તે સાચે સાધુ બની ગયે શ્રેણીક રાજાએ તેને જીવતે છોડી દીધે આ વખતે શ્રેણીક રાજાને ઘણું સહન કરવું પડયું છે. જોકે બેલવા લાગ્યા કે અહો ! એક પવિત્ર મુનિની ઘાત કરનાર સાધુને ઢાંગ કરીને બેઠા છે તેને આમ જીવતો જવા દેવાય ? પ્રજા રાજા ઉપર તૂટી પડી. મેતારજ મુનિ રાજાના જમાઈ હતા. તેમની આ રીતે હત્યા કરનારને જીવતો જવા દેવાથી પુત્રી તેમજ કુટુંબીજને રાજા ઉપર તૂટી પડયા પણ સમકિતી જીવ ધર્મ ઉપરની દઢ શ્રધ્ધાના કારણે દુનિયાની, રાજનીતિની કુટુંબની કે પુત્ર-પુત્રીની કેઈની દરકાર ન કરે. આવી સ્થિતિ કયારે આવે ? જે કે રાજાએ ઢોંગીને ચલાવી નથી લીધે. જે સાધુપણું છોડયું તે કડકડતા તેલની કડાઈમાં તળી નાંખીશ. એવા કડક શબ્દ કહ્યા હતા. ટૂંકમાં જેને સમ્યકત્વ હોય તે કુટુંબ સ્નેહ અને રાજનીતિ બધાને ભોગ આપી શકે ને આ નિષ્પક્ષ ન્યાય કરી શકે. આવે ૧૦
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy