________________
શારદા શિખર
૭૯૩ “વિજા રામને ગાવાશે વિશ કવિરા ” વહેપાર માટે કર માફ કરવાનું આજ્ઞાપત્ર લખી આપીને રાજાએ રાજમાર્ગ પર આવેલે પિતાને ભવ્ય મહેલ ઉતરવા માટે આપે. આ પ્રમાણે બધી વ્યવસ્થા કરી અને પછી કુંભકરાજાએ તેમને ત્યાંથી વિદાય કર્યા.
બંધુઓ! આ કુંભક રાજા કંઈ સામાન્ય ન હતાં. મોટા રાજા હતાં છતાં તેમનામાં કેટલી ઉદારતા હતી! પરદેશી વહેપારીઓનું કેટલું સ્વાગત કર્યું. તેમની સાથે પ્રેમથી વાતચીત કરી અને રહેવા માટે પિતાને સુંદર મહેલ આપે, ને વિચાર્યું કે મારી નગરીમાં પરદેશી વહેપારીઓ આવ્યા છે તે મારા નગરના વહેપારીઓની સાથે જલદી ઓળખાણ થાય, તેમને વહેપાર ધમધોકાર ચાલે ને ઘણું ધન કમાઈને સંતુષ્ટ થઈને જાય, આવી તેમની વિશાળ ભાવના હતી.
કુંભકરાજાની ઉદારતા ને વિશાળતા જોઈને વહેપારીઓને ખૂબ આનંદ થયે. હર્ષ પામતાં રાજાએ આપેલા મહેલમાં આવીને તેઓ ઉતર્યા. ત્યાં રોકાયા અને પિતે જે માલ લાવ્યા હતાં તેનું વેચાણ કરવા લાગ્યા. વહેપાર ખૂબ ધમધોકાર જામ્યું છે. જે માલ લાવ્યાં છે તેના સવાયા મૂલ મળે છે. માલ વેચીને જે રકમ મળી તેમાંથી તેઓ માલ ખરીદ કરવા લાગ્યા. મિથિલા નગરીમાં તેઓ ઘણું દિવસ રોકાયા. તેમને બધે માલ ખપી ગયે. ધાર્યા કરતાં સવા લાભ મળે એટલે બધા વહેપારીએ ખુશ થયાં. વહેપાર કરવા માટે ન માલ ખરીદ કરી તેમણે પિતાને બધે માલ તથા સામાન ગાડીઓ તથા ગાડામાં ભર્યો. અને મિથિલા નગરીમાંથી પ્રસ્થાન કરીને નીકળીને જ્યાં ગંભીરક પિતયત્તન (પાટણ) એટલે વહાણ ઉભું રાખવાનું બંદર હતું ત્યાં આવ્યા. ત્યાં જઈને વહાણ તૈયાર કર્યું. અને ગાડીઓ તથા ગાડામાંથી બધે માલસામાન ઉતારીને વહાણમાં મૂકો, અને દક્ષિણનુકૂળ પવન વહેવા લાગે ત્યારે તેમણે ત્યાંથી વહાણ ચલાવ્યા. ખૂબ શાંતિપૂર્વક સહીસલામત રીતે તેમના વહાણ ચંપાનગરીમાં આવ્યા. લંગર નાંખીને વહાણ ઉભું રાખ્યું. અને વહાણમાંથી ગણિમ આદિ ચાર પ્રકારને માલ તથા બધે સામાન ઉતારીને મૂકી દીધે.
પિતાની નગરીમાં પહોંચ્યા પછી નિયમ પ્રમાણે પિતાની નગરીના રાજાને ભેટશું આપવા માટે જવા તૈયાર થયા. તેઓ મહાઈ સાધક બહુ મૂલ્યવાન રત્ન અને દિવ્યકુંડળની જેડ લઈને ચંપાનગરીમાં અંગદેશાધિપતિ ચંદ્રછાય નામના રાજા હતા ત્યાં ગયા. જઈને તેમણે મૂલ્યવાન રત્ન, અન્ય નવીન વસ્તુઓ, તેમજ દિવ્યકુંડળની જોડી ચંદ્રછાય રાજાને ભેટ કરી. અંગ દેશના ચંદ્રછાય રાજાએ તેમને અર્પણ કરેલ ર, આભૂષણે તેમજ મહાઈ કુંડળની જોડ વિગેરેને સહર્ષ ૧૦૧.