SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર ન થાય. સંતદર્શન કે વ્યાખ્યાન સાંભળવા ન અવાય. પણ શ્રેણક રાજા ઉપાધિના સમયે ધર્મને ધક્કો નહોતા મારતા તેવી અખૂટ શ્રદ્ધા હતી. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. ' મેતારજ મુનિ ઉપર સેનીની ગયેલી શંકા : સોની શ્રેણીક રાજાના જવલા ઘડતે હતે. લગભગ જવલા તૈયાર થઈ ગયા હતા. એ સમયે મેતારજ મુનિ ગૌચરી માટે પધાર્યા. સંતને જોઈને તેની જવલા મૂકીને સંતને આહાર વહોરાવવા માટે રસોડામાં ગયે. તે સમયે કૌંચ નામનું પક્ષી આવીને અનાજના દાણુ માનીને જવલા ચરી ગયું. સોની મુનિને વહેરાવીને બહાર આવ્યો ને જવલા યા નહિ એટલે તેને મુનિ ઉપર શંકા ગઈ. મુનિને કહે છે તમે મારા સેનાના જવલા ચેરી લીધા છે? જે લીધા હોય તે મને જલ્દી આપી દે. કારણકે રાજાને મેં આપી દેવાનો ટાઈમ આપે છે. તેથી રાજાને માણસ હમણાં લેવા માટે આવશે. ત્યારે હું શું આપીશ? મુનિએ તે જવલા લીધા નથી પણ પક્ષીને ચણતાં જોયાં હતાં. પરંતુ તે બેલ્યા નહિ જૈન મુનિ કેઈ જીવની હિંસા થાય તેવી સાવધ ભાષા બોલે નહિ. આ સમયે મુનિ પાપના ડરથી મૌન રહ્યા હતા. તમને કઈ માણસ ઉપર ચેરીની શંકા પડે ને એને તમે પૂછો. તે વખતે માણસ મૌન રહે તે તમે એમ માની લે ને કે એણે ચોરી કરી લાગે છે એટલે મૌન બેઠો છે. ચારીની શંકા પછીનું મૌન એ ચેારીની કબૂલાત કે જેવું ગણાય. મુનિ મૌન રહ્યા એટલે સોનીના મનમાં એક્કસ બેસી ગયું કે મુનિએ જવલા લીધા છે પણ મને પાછા આપતા નથી. કેણ જાણે ક્યાં રાખ્યા હશે ? સેનીએ લીધેલા મુનિના પ્રાણુ” –સોની મુનિને વાડામાં લઈ ગયે. તેની પાસે લીલા ચામડાની વાધરની પટ્ટી હતી. લીલું ભીંજાયેલું ચામડું તે કમળ હોય ને? સોનીએ લીલા ચામડાની વાધરની પટ્ટી મુનિના મસ્તકે બાંધી અને તડકે ઊભા રાખ્યા. તડકે વધતો ગયો ને વાધરી સૂકાવા લાગી. મુનિની ચામડી અને નસેનસ ખેંચાઈને તડતડ તૂટવા લાગી. પરી પણ ફૂટી ગઈ. એટલે મુનિના પ્રાણ ચાલ્યા જતાં એકદમ નીચે પડયા. બીજી તરફ કેઈએ લાકડાને ભારે ધડાક દઈને નીચે નાખે. એના અવાજથી ક્રૌંચ પક્ષી જવલા ચણીને ત્યાં બેઠું હતું તેને પ્રાસ્ક પડતાં ચરકી ગયું. એની ચરકમાં જવા નીકળ્યા. જવલા પક્ષી ચરી ગયું હતું ને હત્યા થઈ મેતારેજ મુનિની. મુની શ્રેણીક રાજાના જમાઈ છે. તેની વિચાર કરવા લાગે. હમણું રાજાને માણસ આવશે ને આ મુનિને મરેલા જેશે તો મારું આવી બનશે. મારે બચવાનો એક રસ્તો છે. શ્રેણીક રાજા શુધ્ધ સમ્યકત્વી છે. એમને દેવગુરૂ અને ધર્મ પ્રાણથી પણ અધિક પ્યારા છે. એ કદી સાધુને આંગળી અડકાડશે નહિ. જે કઈ સંતને અડાડે કે સંતને સતાવે તે તેને જીવતે નહિ મૂકે. તે હું સાધુના
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy