________________
શારદા પર
કહે કંઈ તમારા અપરાધ કર્યા છે તેની હું તમારી પાસેથી ક્ષમા માંગું છું. તમે મારા અપરાધ ક્ષમા કરવા ગ્ય છે. હવેથી ભવિષ્યમાં કોઈપણ વખત મારાથી આવું અયોગ્ય વર્તન થશે નહિ. આ પ્રમાણે કહીને દેવે પિતાના બંને હાથ જોડયા અને અરહનક શ્રાવકના પગમાં પડીને પંચાગ-પાંચ અંગ નમાવીને નમસ્કાર કર્યા અને પિતાના અપરાધોની બહુ વિનયપૂર્વક વારંવાર ક્ષમા માંગી.
બંધુઓ! એક દેવ જે દેવ મૃત્યુલેકના માનવી પાસે ક્ષમા માંગે, ચરણમાં પડે તે જેવી તેવી વાત નથી. એણે અરહનકની પરીક્ષા કરી. પરીક્ષામાં દઢ રહ્યા તે ચરણમાં પડીને ક્ષમા માંગી. અને ક્ષમા માંગ્યા બાદ “ નચર્સ ટુ કુરકુચ રતિ, રરિા ગામેવ વિકિપૂર સામે દિન” તે દેવે અરહ-નક શ્રાવકને બે કુંડળેની જોડ આપી. તે આપીને જે દિશામાંથી આવ્ય હતો-પ્રગટ થયે હતો તે દિશા તરફ દેવલોકમાં ચાલ્યા ગયે.
દેવના ગયા પછી અરહનક શ્રાવકે જાણ્યું કે હવે હું ઉપસર્ગથી મુક્ત થયે છું. મારું સંકટ ચાલ્યું ગયું છે એટલે તેમણે જે સાગારી સંથારે કર્યો હતો તે પા. સંથારો પાળીને અરહનક પ્રમુખ સાયંત્રિક પિતવણિકે એ પોતાના વહાણે આગળ ચલાવ્યા. હવે તેઓનાં વહાણ દરિયાઈ માર્ગે સફર કરતાં કરતાં કઈ નગરીમાં આવશે ને શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર : પ્રદ્યુમ્નકુમાર મુનિ પાસેથી હકીક્ત જાણુને કનકમાલાના મહેલે આવ્યો,
કનકમાલા પાસેથી મેળવેલી બે વિદ્યાઓ : અત્યાર સુધી તે માતાની પાસે આવીને નમન કરતો. આજે નમન કર્યા નહિ. અને તેની પાસે આવીને બેઠો ત્યારે કનકમાલા વિચાર કરવા લાગી કે નક્કી તે મારા મેહને વશ થઈને મારી ઈચ્છા પૂરી કરવા માટે મારા મહેલે આવ્યા છે. કારણ કે જેના મનમાં જેવું ભર્યું હોય તેવું તેને દેખાય. તે રીતે પ્રધુમ્નકુમાર મેઘેલે બનીને આવ્યા છે તેમ માનીને તેને કહ્યું–આવે! પધારો મારા નાથ ! જે તમે મારી ઈચ્છા પૂરી કરશે તો હું તમને મારું સર્વસ્વ અર્પણ કરી દઈશ. આ પ્રમાણે લાલચ આપતાં કહે છે. હે પ્રદ્યુમ્નકુમાર! મારી પાસે બધી વિદ્યામાં પ્રજ્ઞપ્તિ અને રોહીણી નામની બે શ્રેષ્ઠ વિદ્યાઓ છે. તે હું તમને આપી દઈશ. પ્રદ્યુમ્નકુમારે વિચાર કર્યો કે આની સામે મારે એના જેવું થવું પડશે. ઠગની સામે ઠગ થયા વિના વિદ્યા મળશે નહિ. તેથી તેણે મીઠાશથી કહ્યું કે અત્યાર સુધી મેં કોઈ દિવસ તારી આજ્ઞા લેવી છે? તે જેમ કહ્યું તેમ મેં કર્યું છે. અને હજુ પણ તમારી આજ્ઞાનું પાલન કરીશ. મને તમારા એક દાસ સમજી લે. આ રીતે પ્રદ્યુમ્નકુમારે કહ્યું.
મેહમાં અંધ બનેલા મનુષ્ય ભાન ભૂલી જાય છે કે હું આ શું કરું છું ?