SearchBrowseAboutContactDonate
Page Preview
Page 780
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિંખર ૭૭૧ સંપૂ પણે આ મનુષ્ય જીવનનું ફળ લીધું છે. ખરેખર ! આ નિગ્રંથ પ્રવચનમાં તમે સમ્યક્ શ્રધ્ધા મેળવી છે. તારી તે વાત શી કરું ? તને શ્રધ્ધાથી ચળાવવા મેં ઉપસર્ગો આપ્યા. છતાં પણ તુ તારા ત્રતાને ને શ્રધ્ધાને ખરાખર વળગી રહ્યો. અરહન્નક શ્રાવક દુઃખમાં અકળાયા નહિ ને પ્રશંસામાં ફુલાયા નહિ. તેમણે દુઃખ પચાવવાની શક્તિ અદ્ભૂત કેળવી હતી. સુખ પચાવતાં તે સૌને આવડે પણ દુઃખ પચાવતાં આવડે તે જ વિશેષતા છે. દેવ કહે છે પતં વસ્તુ વૈવાષિયા। હે દેવાનુપ્રિય ! હું અહીં શા માટે આવ્યે ? મે તને દુઃખ શા માટે આપ્યું ? મેં જે કંઈ તમારી સાથે વર્તન કર્યું' છે તેની પાછળનું કારણ આ પ્રમાણે છે. એક દિવસ પરમ અશ્વ શાળી દેવેાના ઈન્દ્ર ખુદ શકેન્દ્ર દેવરાજે સૌધમ નામના પહેલા દેવલાકમાં સૌધર્માવત'સક વિમાનમાં ઘણાં દેવાની વચ્ચે બેસીને મેટા અવાજે પહેલા સામાન્યરૂપે ને પછી વિશેષ રૂપમાં સમજાવતાં કહ્યું. આ જંબુદ્રીપ નામના દ્વીપમાં દક્ષિણ ભરતક્ષેત્રમાં ચંપા નામની નગરીમાં જીવ–અજીવ વગેરે તત્ત્વાને જાણનાર અરહુન્નક નામે શ્રમણેાપાસક શેઠ રહે છે. તે સમ્યક્ત્વ પામેલા છે. અને દેવ-ગુરૂ-ધમમાં અખૂટ શ્રધ્ધાવાળા તેમજ શ્રાવકના દેશાવરિત રૂપ ધમ માં એટલા ખધા સ્થિર અને દૃઢ છે કે “મૈં વહુ સથે મેળા देवेण वा दाणवेण वा, णिग्ग'थाओ वा, वयणाओ चालित्तए वा जाव विपरिणामेत्तए वा । " તેને શ્રધ્ધાથી ડગાવવા દેવ આવે, દાનવ, કિન્નર, કપુરૂષ, મહારગ, ગધવ, ભવનપતિ, વાણવ્યંતર, ચૈાતિષી કે વૈમાનિક ગમે તે દેવ આવે તે પણ તેને નિગ્રંથ પ્રવચન રૂપ ધર્મથી ચળાવી શકે નહિ. તે શકેન્દ્ર દેવરાજે અવધિજ્ઞાનને ઉપયેાગ મૂકયેા. તેમાં અરહન્નકને જોચેા. તેથી ફરી ઉલ્લાસમાં, આનંદમાં આવી ગયાને મેલ્યા. મારી પરિષદમાં બેઠેલા હૈ દેવ ! તમારામાંથી કેાઈની શક્તિ કે તાકાત નથી કે અરહન્નક શ્રાવકને કાયાથી તેા શું મનથી પણ વિચલિત કરી શકે! કહેવાય છે ને કે વરસાદ વરસે ત્યારે બધી વનસ્પતિ લીલીછમ થઈ જાય પણ જવાસેા ખળી જાય, તેમ જવાસા જેવા મારાથી આ સારી વાત સહન ન થઈ. અહે। અમારી પદામાં કાઈ દેવના નહિ તે મૃત્યુàાકના માનવીના ગુણુ ગવાયા ! હું ઈર્ષ્યાળુ તારા ગુણુ– કીનને પચાવી શકયા નહિ. આજે પણ કેઇનુ સારુ ખેલાતું હોય તેા ઇર્ષ્યાળુ માણસ પચાવી શકે નહિ. નહિ પચાવનારા ઘણાં છે પણ માફી માંગનારા બહુ અલ્પ છે. જ્યારે અહી તે દેવ માફી માંગે છે. દેવ કહે છે આપની પ્રશંસા હું સહન કરી શર્ચા નહિ. હું ઈન્દ્ર દેવરાજની વાતમાં શ્રધ્ધાવાન ન થયા. તેમના વચન મને ન ગમ્યા. તેથી મારા મનમાં આ જાતના અભ્યથિત, ચિંતીત, પ્રાથિત, કલ્પિત સંકલ્પ ઉત્પન્ન થયા કે ચાલેા, અરહુન્નક શ્રાવકની પાસે જઈએ અને તપાસ કરીએ કે વિશ્વને
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy