SearchBrowseAboutContactDonate
Page Preview
Page 778
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર ste કરીને છેતર્યાં ત્યાં ચાલ્યું પણ સરકારના કાયદા આગળ કેવી રીતે ચાલે ? તે તે દુકાનેથી ગભરાતાં ઘેર આવ્યા ને ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યા. શેઠાણી પૂછે છે આજે આપ આટલુ બધુ કેમ રડેા છે ? ને ગભરાયેલા કેમ દેખાવ છે. ? શેઠ કહે રાજાના હુકમ થયા છે કે શેઠની બધી મિલ્કત જપ્ત કરી લા ને તે પછી ગરીબોને વહેંચી દો. હવે આપણું શું થશે ? શેઠાણી આ સાંભળીને હસી પડયા ને કહેવા લાગ્યા- એના જેવા આનંદ બીજો કચેા હૈાય? રાજાએ ધન જપ્ત કરવાના હુકમ કર્યાં છે. તેથી શુ' આપણે ગરીબ થઈ ગયા ? શેઠાણીના આ શબ્દો શેઠને કેવા લાગે ? ખળતી આગમાં ઘી નાંખે તેમ દુઃખમાં દુઃખને વધારા થાય તેવા લાગે ને? તે કહે- અરે શેઠાણી ! તમે એટલું પણ નથી સમજતા કે જ્યારે આપણી પાસે ધન નહિ રહે તેા પછી આપણે શુ ગરીખ નહિ કહેવાઈ એ ? શેઠાણી ખૂબ શાંત હતાં. તે ખાહ્ય સંપત્તિ કરતાં આત્મિક સ'પત્તિનું મૂલ્ય સમજનારા હતા. તેનામાં આધ્યાત્મિકતાનું જ્ઞાન ઘણું હતું. તેથી તેણે કહ્યું- આપનું ધન રાજા જપ્ત કરીને ગરીમોને વહેંચી દેશે પણ તે શું આત્મિક સપત્તિ લૂટી શકવાના છે ? તે સંપત્તિને કેઈ તૂટી શકે તેમ નથી. ધન બહારથી આવ્યું છે ને બહાર જવાનું છે. તેમાં અસાસ કે દુ:ખ શા માટે ? સાચું સુખ અને શાંતિ આપનાર હાય તે। આત્મિક સપત્તિ છે. વળી રાજા શું. તમારા શરીરને કે મનને જપ્ત કરી શકશે ? અરે શેઠાણી! તમે તે કેવા પ્રશ્ન કરેા છે ? શું કોઈ શરીરને કે મનને જપ્ત કરી શકે ખરું? તે પછી આપને કઈ વાતની ચિંતા છે ? રાજા ધન-દોલત લઈ જશે પણ તમારા હૃદયમાં સ ંતેષ રૂપી જે ધન રહેલુ છે તેને કાણુ લઈ શકે ? અને જો તે ધન તમારી પાસે છે તે પછી આપ ગરીબ કેવી રીતે ? સાચા ગરીખ તે તે છે કે જેના જીવનમાં સદ્ગુડ્ડાન નથી, સતાષ નથી. જેની પાસે સંતોષ રૂપી ધન છે તેની પાસે ત્યાગ, વૈરાગ્ય, ક્ષમા, ન્યાય, નીતિ, સહિષ્ણુતા આદિ અનેક ગુણ્ણા આવશે. તેથી હું તેા સમજું છું કે આ બાહ્ય ધન જપ્ત થવાથી આપનું આત્મિક ધન વધી જશે. શેઠાણીની આ વાત સાંભળી શેઠ ઠંડાગાર ખની ગયા. તેમની આંખ ખુલી ગઈ. તેમને સમજાઈ ગયુ` કે ખાહ્યસંપત્તિ મેળવવામાં પાપ અને છેડતી વખતે પણ જો આ ધ્યાન કે રૌદ્રધ્યાન થાય તે પશુ પાપ. છેવટે શેઠે સામેથી જઈને રાજાને કહ્યું. મારે ઘેર ધન ખૂબ છે. તેની મારે રક્ષા કરવી પડે. તેને સાચવવા માટે પણ કેટલી ઉપાધિ રાખવી પડે છે. માટે આપ લઈ જાવ. શેઠને સત્ય સમજાઈ ગયું માને છે કે તેથી હવે છેડતાં જરા પણ આતુ કે રૌદ્રધ્યાન નથી થતું. પણ એમ ૨૭
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy