________________
૭૪.
શારદા શિખર અને ધર્મ વિરૂધ્ધ આચરણ કરવાથી કુળ કલંકિત બને છે. આ લેકમાં નિંદા થાય છે, ને પરલેકમાં દુર્ગતિ થાય છે. માટે આપ શુધ્ધ ધ્યાન ધરીને આપના ચિત્તને પવિત્ર બનાવો.
બાર બાર સમઝાઈ માતકે, વિચાર નહિ પટાયા, આયા ઉઠ તબ મદન વિપિનમેં, બેઠા તરૂવરકી છાયા હે-હોતા.
પ્રદ્યુમ્નકુમારે કનકમાલાને ખૂબ સમજાવી તે પણ માની નહિ એટલે તેની પાસેથી ઉઠીને ચાલ્યા ગયા. માતાના આવા ખરાબ વર્તનથી તેને ખૂબ દુઃખ થયું હતું એટલે મનને શાંત પાડવા ગામ બહાર જંગલમાં જઈને એક ઝાડ નીચે ઉદાસ બનીને લમણે હાથ દઈને બેઠા હતા. તે વખતે એક મુનિરાજ વિચરતાં વિચરતાં ત્યાં આવ્યા. આવા જંગલમાં પવિત્ર મુનિને જોઈને તેને ખૂબ આનંદ થયે. તરત ઊભા થઈને તેણે મુનિને વંદન કર્યા. વંદન કરીને કહ્યું-ગુરૂદેવ ! આવા જંગલમાં દુઃખના સમયે મને આપનાં દર્શન થયાં માટે હું પુણ્યશાળી છું. ગુરૂદેવ ! કૃપા કરીને મારા એક પ્રશ્નનો જવાબ આપે. ને મારા સંશયનું નિવારણ કરે. મુનિ અવધિજ્ઞાની હતા. તેમણે કહ્યું-ભાઈ! તમને જે સંશય હોય તે ખુશીથી પૂછો. પ્રદ્યુમ્નકુમારે કહ્યું-ગુરૂદેવ ! શું વાત કરું. એ પ્રશ્ન પૂછતાં પણ મને લાજ આવે છે. છતાં લાજ શરમ છોડીને હું આપને પૂછું છું. માતા કે કય ઈચ્છા ઉપજી, સુત સંગ કામ વિકાર કૌન કર્મકા યહ ફલ હેગા, કહે કરૂણ ભંડાર છે.
હે ગુરૂદેવ ! મારી માતાને મને જોઈને વિકાર થયો. તેની દષ્ટિ બગડી. પુત્રની સાથે કદી આવે વિકલ્પ માતાને ન આવે ને મને જોઈને મારી માતાની આવી કુબુધિ થઈ તેનું કારણ શું? એ મારાં ક્યાં કર્મનું ફળ છે? તે આપ કરૂણા કરીને મને કહે.
કનકમાલા અને પ્રધુમ્નકુમારને પૂર્વભવ - મુનિએ કહ્યું–હે વત્સ! પૂર્વના સબંધ વિનાં કેઈના પ્રત્યે રાગ-દ્વેષ ઉત્પન્ન થતાં નથી. પૂર્વભવમાં તે કે હતી તે સાંભળ. તું આજથી પૂર્વે ત્રીજા ભવમાં અયોધ્યા નગરીમાં મધુ નામને રાજા હતે. ને કૈટભ તારો નાનો ભાઈ હતો. તમે હેમરથ રાજાની પ્રાણ પ્રિયા ઈન્દ્રપ્રભા રાણીને બળાત્કારે કપટપૂર્વક પિતાને ત્યાં રાખી લીધી. અને તેની સાથે ઘણું દિવસે સંસારિક સુખ ભોગવ્યું. એક દિવસ કેઈ પરસ્ત્રી સાથે રમણતા કરનારા પુરૂષને તમે ફાંસીએ ચઢાવવાની શિક્ષા ફરમાવી. ઈન્દ્રપ્રભાએ આ વાત જાણી ત્યારે તમને કહ્યું-નાથ ! તમે એ પુરૂષને પરસ્ત્રી સાથે ભોગ ભેગવવાથી ગુન્હેગાર ગણીને ફાંસીએ ચઢાવવાની શિક્ષા કરી તે મારી સાથે આપે ક્યાં લગ્ન કર્યા હતા ? આપ પણ પરસ્ત્રી સાથે જ રમણતા કરો છો ને ? ઈન્દ્રપ્રભાનાં આટલા શબ્દથી