________________
શારદા શિખર નીકળી જાય તે સાકરની કંઈ કિંમત નથી. સાકરથી ગળપણ કદી જુદું થતું નથી કારણકે ગળપણ એ સાકરને ગુણ છે. આ તે રૂપક સમજવા માટે છે. સાકરની ગુણ ને ગુણ ભરેલી હોય પણ તેમાં જે ગળપણ ન હોય તે કઈમફતમાં આપે તે પણ લે ખરા? ના. તેવી રીતે આત્મા પિતાના સ્વભાવમાં ન હોય તે તેની કંઈ કિંમત રહેતી નથી. આત્માને સ્વભાવ જ્ઞાન-દર્શનમય છે તે તેનાથી જુદે પડતો નથી. ગમે તેટલે કાળ ગયે અને જશે તે પણ આત્માને સ્વભાવ આત્મામાં છે. પણ આત્મા અત્યારે સ્વભાવનું સરોવર ભૂલીને વિભાવના વહેણમાં તણાઈ રહ્યો છે.
સ્વભાવનું સરોવર ભૂલીને, વિભાવ વહેણે તણ (૨). મતી નાહ એ ભૂલ્ય હંસા, ગેબર કાં ન જણ (૨) દેડી દડીને દેહ તે ચે ક્ષીર નહિ પામનાર રે.. એક જાગ્યો ન આતમ તારે તે નિષ્ફલ છે જન્મારો. અનંત શક્તિને સ્વામી થઈને બની ગયો બિચારો રે... એક જાગ્યો ન
આપણે આત્મા અનંતશક્તિને અધિપતિ છે. પણ વિભાવમાં જવાથી અનંત શક્તિને અધિપતિ એ આત્મા આજે ગોબરમાં ગોથા ખાઈ રહ્યો છે. આત્મા મહાન વૈભવશાળી છે. અનંતજ્ઞાન અને અનંતદર્શનને ગુણપુંજ છે. જ્ઞાન-દર્શન આત્માના અસાધારણ ગુણ છે. જ્યાં જ્યાં આત્મા છે ત્યાં ત્યાં દર્શન અને જ્ઞાન છે. અને જ્યાં
જ્યાં દર્શન-જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે. નિગોદના જીવને પણ અક્ષરને અનંતમે ભાગ ખુલે છે. જ્ઞાનાદિ ગુણો આત્મા સિવાય બીજી કઈ વસ્તુમાં રહેતાં નથી. આત્મા ચેતન છે. તે સિવાયની તમામ વસ્તુ જડ છે. પણ જડના સંગે વર્તમાનમાં તે પિતાના સ્વભાવને ભૂલી ગયું છે. તેથી તે ચોરાશી લાખ છવાયોનિમાં ઝુલી રહ્યો છે. અને નરક-નિગદ આદિ ચારે ગતિમાં કર્માનુસાર ભટક્ય છે.
બંધુઓ ! આ માનવભવમાં આપણને એવી અમૂલ્ય તક મળી છે કે આપણે આપણું સ્વભાવને સંપૂર્ણ રીતે પ્રગટાવી શકીએ છીએ. માટે વર્તમાનકાળ આપણા માટે ઘણું સારો ને ઉપયોગી છે. આ અમૂલ્ય સમય ફરી ફરીને નહિ મળે. પરમાત્મ પદ પ્રાપ્ત કરવાને પરવાને અહીંથી મળે છે. જ્ઞાનીએ ત્રણ પ્રકારના આત્મા બતાવ્યા છે.
ત્રણ પ્રકારના આત્મા : બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા.
આત્મા સ્વરૂપે તે એક છે પણ જેમ પાણી સ્વરૂપે એક હેવા છતાં જુદા જુદા રંગમાં મળેલું પાણી જુદા જુદા રંગમાં દેખાય છે. કોઈ પાણીમાં લાલ રંગ નાંખે તો લાલ બની જશે. લીલો રંગ નાંખે તે લીલું દેખાશે. બ્લ રંગ નાંખે તે પાણી બ્યુ કલરનું દેખાશે. આ રીતે જુદા જુદા રંગમાં મળેલું પાણી જુદા જુદા રૂપે દેખાય છે પણ પાણીના