________________
૭૫૨
શાસ્થ શિખા તે બીજા ગામ જાઉં. પછી તે બીજે ગામ જાય છે. ત્યાં રસ્તામાં માણસનું ટેનું દેખે છે ને પૂછે છે કે શું છે? ત્યારે કહે કે માતાજીનું મંદિર છે ને તેને જે માને છે તે માંગ્યું સુખ મળે છે. એવા સંજ્ઞા પ્રમાણે તેણે માનતા માની કે જે હું મારી ઈચ્છા પ્રમાણે ધન કમાઈને પાછો ફરીશ તો એક નાળિયેર ચઢાવીશ.
આ પ્રમાણે માનતા માનીને આગળ વધ્યો. તે કોઈ મોટા શહેરમાં જઈ પહોંચે. માનવીને સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ કર્મ પ્રમાણે આવ્યાં કરે છે. દેવ-દેવીની માનતા કરવાથી સુખી થવાતું નથી. આ ગરીબનાં પુણ્યનો ઉદય થવાથી શેઠ સારા મળ્યા. નોકરી કરતાં શેઠે તેને ચાર આની ભાગીદાર બનાવે ને તે સુખી થશે. થડા રૂપિયા કમાતા ઘેર જાય છે તે વખતે રૂપિયા વાંસળીમાં ભરી કમ્મરે વાંસળી બાંધીને પિતાને ગામ જવા નીકળ્યો. માર્ગમાં માતાજીનું મંદિર આવ્યું, એટલે તેને યાદ આવ્યું કે મેં આ માતાજીને નાળિયેર ચઢાવવાની માનતા માની છે તો માનતા પૂરી કરીને આગળ વધું.
વણિકભાઈ ગામમાં નાળીયેર ખરીદવા ગયાં, નાળીયેરવાળાની દુકાને ભાવ પૂછો ત્યારે કહ્યું– શેઠ! ચાર પૈસા છે, વણિક કહે ત્રણ પૈસે આપ તે લઉં. દુકાનદારે કહ્યું આ તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શ્રીફળ છે. જે તમારે ત્રણ પૈસાવાળું જોઈએ તો આગળ મળશે. એટલે શેઠ આગળ ગયા. શેઠે બીજી દુકાને ભાવ પૂછે તો કહ્યુંત્રણ પૈસે નાળીયેર ખરીદતા જીવ ન ચાલે એટલે કહ્યું. બે પૈસામાં આપ. તે કહે આગળ જાઓ. બે પૈસામાં નાળીયેર મળશે. એટલે ત્રીજી દુકાને જઈને પૂછયું તો કહ્યું. બે પૈસાનું એક નાળીયેર છે. આ દુકાનેથી માણસ મરી જાય ત્યારે તેની નનામીએ બાંધવા માટે નકામા સસ્તા નાળીયેર લેકે લઈ જતા. લેભીયાને બે પૈસા છૂટતા નથી. એણે કહ્યું. ભાઈ! એક પૈસામાં આપે ત્યારે દુકાનદારે કહ્યું. શેઠ! તમારે જે બે પૈસા પણ ન ખર્ચવા હોય તે ગામ બહાર નાળીયેરના ઘણાં ઝાડ છે. ત્યાં તમને જેટલાં જોઈશે તેટલાં નાળીયેર મફત મળશે.
લાભ શું નથી કરાવતે? –લોભીયાકાકાના મનમાં થયું કે આ વાત સાચી. એક પૈસે ખરચ નહિ પડે. મફત જેટલાં જોઈએ તેટલાં નાળીયેર મળશે. એક નાળીયેર માતાજીને વધેરીને બીજા બધાં ઘેર લઈ જઈશ. ગામ બહાર નદી કિનારે ઉંચા ઉંચા નાળીયેરીનાં ઘણું ઝાડ હતાં. તેમાં એક ઝાડ નીચે નમેલું હતું. શેઠ ધીમે ધીમે નાળીયેરીનાં વૃક્ષ ઉપર ચઢયા. એ વૃક્ષ નીચે કૂ હતો. બંધુઓ ! એક આને બચાવવા માટે લેભી મનુષ્ય કેવું સાહસ કરે છે ! લેભ બહુ બૂરે છે. ક્રોધ પ્રીતિને નાશ કરે છે. માન વિનયનો, માયા મિત્રતાનો નાશ કરે છે પણ “ સવ્ય વિજ્ઞાનને ” લેભ તે સમસ્ત ગુણોનો નાશ કરે છે, બધા ગુણોને