SearchBrowseAboutContactDonate
Page Preview
Page 759
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર • છે. બારદાનની સજાવટમાં માલની મૌલિકતા ભૂલી જાય તેને તમે કેવા કહેશે? (તામાંથી અવાજ ! – મૂર્ખ તો તમે પણ જે આત્માને ભૂલીને શરીરની સજાવટમાં પડી જાઓ. બાહ્ય સુખમાં ડૂબી જાઓ તે મારે તમને કેવા કહેવા? (હસાહસ) તમે હસીને વાત પતાવી દે છે પણ અહીં હસી કાઢવા જેવું નથી. આ વખત જીવને વારંવાર મળ મુશ્કેલ છે. મળેલા સમયને ઓળખીને જડ ચેતનનું ભેદજ્ઞાન કરી આત્માના સ્વરૂપને ઓળખી લે. જેને આત્મસ્વરૂપની પીછાણ થઈ ગઈ છે તેવા અરહનક શ્રાવકની સામે ભયંકર પિશાચનું રૂપ ધારણ કરીને હાથમાં ચકચકતી તીક્ષણ ધારવાળી તલવાર લઈને દેવ ઉભો છે. તે કહે છે હે અરહનક! તે જે તે અંગીકાર કર્યા છે તેને તું ત્યાગ કર જે ત્યાગ નહિ કરે તો મારામાં એટલી તાકાત છે કે મારી બે આંગળી વડે તારા વહાણને ઉપાડી સાત આઠ તાલ પ્રમાણુ ઉંચાઈ સુધી ઉંચે ઉછાળી ને પછી પાણીમાં ડૂબાડી દઈશ. એટલે તમે બધાં મરી જશો. છતાં પણ તેનાથી ડર્યા નહિ ને પિતાના ધર્મનાં નિયમો છોડવાનો વિચાર સરખે પણ કર્યો નહિ. પણ દેવની સામે પડકાર કરીને કહ્યું. દેવાનુપ્રિય ! હું કંઈ જે તે નથી. હું શ્રમણે પાસક છું. માર દેવા-ગુરૂ અને ધર્મ કેણ છે? તેની તને ખબર નથી. " अरिहंतो महदेवा जावज्जीवं सुसाहुणो गुरुणा । जिणपन्नत्तं तत्तं, इय सम्मत्तं मए गहियं ॥" જેણે કર્મરૂપી શત્રુઓને હણ્યાં છે તેવા અરિહંત ભગવાન મારા દેવ છે. પંચ મહાવ્રતનું શુધ્ધ રીતે પાલન કરનારા સુસાધુ મારા ગુરૂદેવ છે. અને જિનેશ્વર પ્રભુએ બતાવેલ તત્વ એ મારે ધર્મ છે. આવું નિર્મળ સમ્યકત્વ મેં ગ્રહણ કર્યું છે. માટે તું મને મારી શ્રદ્ધાથી ચલાયમાન કરવા શક્તિમાન નથી. હું મારા વ્રત-નિયમ છોડવાનો નથી માટે “તુi ના સધા તં ” હે દેવ! તમારી જેવી શ્રધ્ધા હોય તેમ કરે. એટલે કે તમારે જે કરવું હોય તે કરે. દેવાનુપ્રિયે ! આ કે શ્રમણે પાસક છે ! તમે શ્રમણોપાસક છો કે ધનોપાસક ! અરહ-નક શ્રાવક શ્રમણની સમીપમાં બેસી શ્રમણ જેવાં બની ગયાં હતાં. કહેવાય છે ને કે જેના સંગમાં રહીએ તેના જેવા થઈએ, જેનાં શરણે જઈએ તેનાં જેવાં થઈએ. આ શબ્દો હેઠેથી બોલાય છે, હૈયાથી નહિ. હા, સંસારની બાબતમાં જેના સંગમાં રહે છે તેવા બની જાઓ છો. ધનવાનનાં શરણે જાએ તે હું કયારે ધનવાન બનું તેવી ભાવના થાય છે ને તે માટે પુરૂષાર્થ પણ થાય છે. પણ આત્માની બાબતમાં આવું બનતું નથી. કારણ કે અનંતકાળથી જીવે સંસારનો સંગ કર્યો છે તેથી તેનો રંગ લાગે છે પણ આત્માને સંગ કર્યો નથી તેથી આ રંગ જલ્દી
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy