________________
શારદા શિખર
આશા ભેર પગાર લેવા જતાં ભાંગી ગયેલી આશામાં ત્રણ વાગે પગાર મળવાનો સમય થતાં તે સહી કરવા માટે મેનેજરના રૂમમાં ગયે. તે મેનેજરે વાઉચર પર એના નામ સાથે “એ પોતાનું કામ પૂરું ન કરે ત્યાં સુધી પગાર ન ચૂકવવો.” એ શેર કરેલો હતો. લાલ પેન્સીલથી લખેલા અક્ષરો તેના હૈયા ઉપર જાણે હથેડાને જમ્બર ઘા ફટકારી એની છાતીના હાડપિંજરની પાંસળીઓને ચૂરેચર કરી નાંખવા લાગ્યા. મેનેજર કહે તમે ત્રણ દિવસ કામ ઓછું કર્યું છે તે પૂરું કરશો ત્યારે પગાર મળશે. થોડીવાર મૌન રહી અચકાતે અચકાતે ધીમે રહીને કહે છે મેનેજર સાહેબ ! મેનેજર સાહેબ કહે છે ભાઈ! હું એમાં કંઈ કરી શકું તેમ નથી. શેઠ કેવા મિજાજી છે એ તમે જાણો છે ને ? જે તમારે પગાર જોઈ તે હોય તે તેમની પાસે જઈને તેમને વિન. હાથમાં વાઉચર લઈ મનમાં અનેક જાતના વિચાર કરતે તે મોટા શેઠની એફસના બારણા પાસે જઈને ઉભું રહે. પટાવાળાએ શેઠને ખબર આપી. અંદરથી હુકમ છૂટ. “Come in ” અંદર આવે. કારકૂને અંદર જઈ નીચા નમીને શેઠને સલામ ભરીને કહ્યું સાહેબ ! મને પગાર આપો. એમ બેલતાં તેની આંખમાં આંસુ આવી ગયા. શેઠે કહ્યું. એ નહિ બની શકે. પોતાના કામમાં હરામી કરનાર માણસોને હું કઈ દિવસ માફ કરતું નથી. નટવરે રડતાં રડતાં કહ્યું –સાહેબ! હું આવતી કાલે આખી રાત જાગીને બાકી રહેલું કામકાજ પૂરું કરી આપીશ. પણ સાહેબ ! મને આજે પગાર આપો. શેઠે કહ્યું કે તે પરમ દિવસે પગાર મળશે. કરગરીને કહે છે સાહેબ ! વધુ નહીં તે મને ફક્ત એક રૂપિયો આપે રૂપિયે ન આપો તે આઠ આના તે આપ. get out કરીને શેઠે કાઢી મૂકે. એક ઊંડે નિસાસો નાંખી કારકુન રૂમમાંથી બહાર આવ્યું અને વાઉચર મેનેજરના હાથમાં મૂકતે બેલ્યો-સાહેબ! કંઈ ન વળ્યું. એને વિચાર થયો કે મેનેજર પાસે હું એક રૂપિયે ઉછીને માંગું. પણ મનને વાળી લીધું કે માંગુ ને નહિ આપે તે ? દુનિયા ઉપર તેને એક જાતને તિરસ્કાર વ્યાપી ગયે કે ધનવાને ગરીબની પરિસ્થિતિને ખ્યાલ ક્યાંથી હોય ? ઓફીસેથી ખાલી હાથે પાછો ફર્યો. આખા રસ્તે એક વિચાર આવે છે કે રમેશને શું જવાબ આપીશ ! કાલે એણે સફરજન લઈને આવવા માટે કેટલી ભલામણ કરી હતી ! આજે આખો દિવસ કાગને ડોળે મારી રાહ જોતા આશાભેર ઉભે હશે. હું તેને શું આપીશ ? આમ વિચાર કરતા પેલા ક્રુટવાળાની દુકાને આવી પહોંચે.
પુત્રની લાગણી પાછળ ઝરતે બાપ જેલના સળિયામાં” : સવારે જુદા કઢાવીને મૂકાવેલા બે સફરજન તેની નજરે પડ્યા. તે જોતાં રમેશનું દયામણું મુખ તેની આંખ સામે સિનેમાના પીકચરની માફક તરવરી ઉઠયું. એને થયું કે જાણે રમેશ હાથ લાંબો કરીને કહી રહ્યો ન હોય કે બાપુજી! સફરજન.આ વિચારમાં તેણે પિતાના મગજ ઉપર કાબૂ ગુમાવ્યું ને ગાંડાની માફક પિલાં બે