________________
શારદા શિખર
૭૨૯ દઈશ. ત્યારે શેઠ ત્રાજવાના ૫૯લા હાથમાં લઈને માથું કુટવા લાગ્યા. ત્યારે ઝવેરીએ કહ્યું. અરે શેઠ! તમે માથું ન ફૂટે. હું ૭૫૦૦૦ આપું. બોલે હવે આપવો છે ને? ત્યારે શેઠ તે ખૂબ જોરથી રડતા લેઢાની પાંચ શેરી લઈને માથું ફોડવા લાગ્યા. ઝવેરી તેને ખૂબ સમજાવવા લાગ્યો, શેઠ! માથું ફૂટી જશે, લોહી નીકળશે, તમે આમ ન કરે. જુઓ આ મારી છેલ્લી વાત સાંભળી લે. આ હીરે સવા લાખની કિંમતને છે. હું પચીસ હજાર નફો લઈને તમને લાખ રૂપિયા આપી દઉં છું. પણ શેઠ તે માથું ફોડવા લાગ્યા. તેમને હાથ પકડી ઝવેરીએ તેમને ખૂબ સમજાવ્યા ત્યારે શેઠે કહ્યું- ભાઈ! તમે ૨૫, ૫૦, ૭૫ હજાર કે લાખ રૂપિયા આપવાનું કહ્યું તે મને ઓછાં પડ્યાં નથી. તેથી હું રડતું નથી. પણ મારી પાસે આવો એક બીજો હીરો હતો તે આવી રીતે ત્રાજવા સાથે શેભા માટે બાંધેલ હતો ને એક ઝવેરી તેને પચાસ રૂપિયામાં લઈ ગયો. તેનું મને દુઃખ થાય છે, અફસોસ થાય છે કે એ હીરે જે મારી પાસે હોત તે મને બે લાખ રૂપિયા મળત ને ? હાય... તે ક્યાં ગયો હશે? એમ કહીને ભીંત સાથે માથા ફોડવા લાગ્યો. ત્યારે ઝવેરીએ કહ્યું. શેઠ શાંતિ રાખે. હવે એ કંઈ થોડે પાછા આવવાનું છે? ગઈ વાતનો અફસોસ છેડીને જે મળ્યું છે તેમાં સંતોષ માને. ગયેલો અવસર પાછા આવતું નથી.
બંધુઓ! તમને આ ધર્મ આરાધના કરવાને, આત્મસ્વરૂપની પિછાણ કરવાને અમૂલ્ય અવસર મળ્યો છે. જે હાથમાં આવેલા અવસરને નહીં ઓળખો તે પેલા શેઠની માફક પરત થશે. પછી ગમે તેટલાં માથાં ફૂટશે તે પણ ગયેલે અવસર નહિ મળે. બેલે, હવે જે સમય મળે છે તેને તમારે લાભ લે છે કે માથા ફેડવાં છે? આવી દશા તમારી ન થાય તેને ખ્યાલ રાખજો. આકાશની વાદળી જેવું માનવજીવન છે. જ્યારે વિખરાઈ જશે, કયારે આયુષ્યને દીપક બુઝાઈ જશે તેની ખબર નથી. જેટલી જિંદગી અજ્ઞાન અવસ્થામાં ગઈ તે પાછી મળવાની નથી. પણ જેટલી હાથમાં છે તેને સદુપયોગ કરી લે.
અરહનક શ્રાવકે આત્મસ્વરૂપની પિછાણ કરી હતી. તેથી તેનું મુખ પ્રશાંત હતું. “અહી વિમા માણે” આવી કસોટીમાં પણ તેમનું મન દીન બન્યું નહિ કે વિકૃત થયું નહિ. ભગવાનને શ્રાવક એના કર્મના ઉદયથી દુઃખી હોય પણ દીન ન હોય. કસોટી આવે તે પણ દીન ન બને કે આ પિશાચ મને મારી નાંખશે ? હું શું કરીશ? હું એના પગમાં પડી જાઉં. તેની પાસે માફી માંગું તે મને મારશે નહિ. આવી દીનતા દઢધમી શ્રાવક બતાવે નહિ. એને જેમ કટી આવે તેમ શ્રધ્ધામાં મજબૂત બને. માટીને ગળો અગ્નિમાં જેમ તપતો જાય તેમ વધુ મજબૂત બનતું જાય છે, તેમ ધમષ્ઠ જીવને કસોટી આવે તેમ તેની શ્રધા મજબૂત બનતી જાય. ૯૨