SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર તેને ઘરમાં બેસી રહેવું ગમતું નથી એટલે એને બહાર ફરવાનું, નવા નવા દેશ જોવાનું ખૂબ મન થવા લાગ્યું. એટલે પિતાની આજ્ઞા લઈને સેના તૈયાર કરીને બહાર ગયે ને પિતાના ભુજાબળથી તે અનેક સુભટને પરાજિત કરતે હતે. તેની શૂરવીરતા જોઈ કઈ યુધ્ધને માટે તેની સામે આવવાની હિંમત કરતું નહિ. બળવાન શત્રુને તેણે પિતાના પરાક્રમથી મિત્ર બનાવ્યા. જેઓ ખૂબ અભિમાની હતા તેમને પણ પિતાની કળાથી જીતીને પિતાના કબજે કર્યા. તે સિવાય પિતાની આજ્ઞા લઈને બાકી રહેલાં શત્રુઓને જીતવા ગયે. અને પિતાના સામર્થ્યથી બીજા બધા વિદ્યાધર રાજાઓને જીતીને બધા દેશમાં પિતાનું શાસન સ્થાપિત કરીને પાછા આવ્યા. પુત્રનું આવું શૌર્યને પરાક્રમ જોઈને કાલસંવરરાજા વિચારવા લાગ્યો કે હવે હું પ્રદ્યુમ્નકુમારને યુવરાજ પદવી આપું. પિતાએ ખૂબ આડંબર સહિત તેને નગરપ્રવેશ કરાવ્યું. ચારે તરફ પ્રદ્યુમ્નકુમારના ગુણ ગવાય છે. તેની પ્રશંસા થવા લાગી. એના માતા-પિતાને હર્ષ સમાતો નથી. હવે આ કાલસંવર રાજાને બીજી ૫૦૦ રાણીઓ છે. તેમના કુંવરો પણ યુવાન થયા છે. પ્રદ્યુમ્નકુમારની ચારે તરફ પ્રશંસા થાય છે. તે સાંભળી રાણીઓના દિલમાં ઈર્ષાની આગ પ્રગટ થઈ કે એ એક જ રાજાને પુત્ર છે? બીજા પુત્રો નથી? એનાં જ બધે ગુણ ગવાય ? ઈર્ષાની આગ વગર અગ્નિએ મનુષ્યને બાળે છે. હવે શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૭૪ ભાદરવા વદ ૧૨ ને સોમવાર તા. ૨૦-૯-૭૬ અનંત જ્ઞાની તીર્થકર ભગવતેએ કહ્યું છે કે હે ભવ્ય ! સિધાંત વાણીના યથાર્થ શ્રવણ, ચિંતન અને મનન વિના અનંતકાળથી જીવાત્મા સંસારમાં રખડી રઝળી રહ્યો છે. સિદ્ધાંત વાણીનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ, ચિંતન અને મનન કરવાથી આઠ કર્મોને ક્ષય કરી સંસાર સાગરને પાર કરી શકાય છે. સાગર બે પ્રકારનાં છે. એક તે જેમાં વહાણ દ્વારા મુસાફરી કરાય છે તે સાગર અને બીજો સંસાર સાગર. સમુદ્રમાં ડૂબતાં માણસને દ્વીપને સહારો મળતાં બચી શકે છે તેવી રીતે સંસાર સાગરમાં ડૂબતા અને માટે શાસ્ત્રની વાણી દ્વીપ સમાન છે. જે આત્માએ તેને સહારે લે છે તે સંસાર સાગરને તરી જાય છે. ભગવંતે સંસાર સાગરને કેવી ઉપમા આપી છે. "अहो अपार संसारः सररुवा निव दारुणः। कारणं तस्य कर्मेव, हेतु बीजस्तरोखि ॥"
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy