________________
શારદા શિખર
૬૭ સાગરને પાર કરવાના આશીર્વાદ છે. ભગવાન આપણને ભવસાગર તરવાના આશીર્વાદ આપે છે.
નેમનાથ ભગવાન પશુડાને પિકાર સાંભળી તેરણથી પાછા ફર્યા અને ગીરનાર ઉપર જઈને દીક્ષા લીધી. રાજેમતીને આ વાતની ખબર પડી ત્યારે તેણે એ વિચાર કર્યો કે ભલે, કેમકુમાર મને પરણ્યા વિના પાછા ફર્યા પણ મારી સગાઈ તેમની સાથે થઈ ગઈ એટલે હું તે તેમની પત્ની અને યાદવકુળની વહુ તરીકે જાહેર થઈ ગઈ. માટે હવે તે એમને જે માર્ગ તે જ મારે માર્ગ. હું પણ દીક્ષા લઈને આત્માનું કલ્યાણ કરું. માતા-પિતાએ રાજેમતીને ખૂબ સમજાવી પણ તે સંસારમાં રોકાયા નહિ ને દીક્ષા લેવા તૈયાર થયા. આ વાતની કૃણવાસુદેવને ખબર પડી. એમનું હૈયું હર્ષથી નાચી ઉઠયું. હૃદય પ્રકુલિત બન્યું. હું કે ભાગ્યશાળી છું! ભલે તે પરણી નથી પણ જાદવકુળની પુત્રવધુ તે કહેવાઈ ગઈ ને ! તે દીક્ષા લે છે એટલે મારું જાદવકુળ પણ ઉજજવળ બનશે. મારા લઘુ બંધવાએ તે દીક્ષા લીધી અને એની પત્ની કેડ ભરેલી કન્યા રામતી પણ દીક્ષા લે છે. એટલે કૃષ્ણજી તેની પાસે આવ્યા ને કેવા સુંદર મીઠા શબ્દો ઉચ્ચાર્યા ! હે રામતી ! તું માતા-પિતાને, કુટુંબ પરિવારને રડતા મુકી દીક્ષા લેવા તૈયાર થઈ છે. કેઈના સામુ પાછું વાળીને જેવા તૈયાર નથી. તે પિતાના કુળને અને યાદવકુળને ઉજ્જવળ બનાવે છે. હું તને અંતરના આશીર્વાદ આપું છું કે “સંસાર તાજા ઘર તર ક જે દુ ” હે રાજેમતી ! તમે જે ભાવથી સંયમ અંગીકાર કરે છે તે તમારી મનોકામના સફળ થાઓ. સંયમનું સારી રીતે પાલન કરી જ્ઞાન-દર્શન, ચારિત્ર અને તપની આરાધના કરીને તમે જલદી જલદી સંસાર સાગરને તરી જાઓ. આ રીતે કૃણ વાસુદેવે રાજેમતીને ભવસાગર તરવાના આશીર્વાદ આપ્યા હતા.
અહીં બધા લોકે અરહનક પ્રમુખ વહેપારીઓને પાણી ભરેલે સમૃદ્ધ તરવાના આશીર્વાદ આપે છે. જેનાં જે સગાં છે તેને ઉદ્દેશીને સૌ કહે છે કે તમે બધા સારે ધંધો કરી ખૂબ ધન કમાઈને સમુદ્રની યાત્રા સફળ કરીને વહેલાં પાછા આવજે. બધાના આશીર્વાદ ઝીલીને બધા વહેપારીઓ પોતપોતાના વહાણમાં બેસશે ને આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
આજે અમારા મહાન તપસ્વી પૂ. ગુલાબચંદ્રજી મહારાજ સાહેબની પુણ્યતિથિ પવિત્ર દિવસ છે. સાથે અમારા ઉગ્ર તપસ્વી બા.બ્ર. ભાવનાબાઈ મહાસતીજીની ૩૨ ઉપવાસની પૂર્ણાહૂતિનો પવિત્ર દિન છે. તેમની ભાવના નિર્વિદને પૂર્ણ થાય છે. એમને ત૫ સમજણપૂર્વકનો છે. દરરોજ સ્વાધ્યાય કરવી, વાંચણીમાં બેસવું આદિ પિતાની સંયમ સાધનાની પ્રત્યેક ક્રિયા સહિત તેમણે આત્મલક્ષે કર્મોને ચકચૂર કરવા